વિકી-કેટરિના બાદ હવે Salman Khanએ પણ કહ્યું, 'બચ્ચા થશે, જલદી જ…' | મુંબઈ સમાચાર
મનોરંજન

વિકી-કેટરિના બાદ હવે Salman Khanએ પણ કહ્યું, ‘બચ્ચા થશે, જલદી જ…’

બોલીવૂડના ક્યૂટ અને અડોરેબલ કપલ કેટરિના કૈફે અને વિકી કૌશલે હાલમાં જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સ સાથે ગુડ ન્યુઝ શેર કર્યા છે અને હવે ફેન્સ આતુરતાપૂર્વક તેમના બેબીને વેલકમ કરવા માટે આતુર છે, પરંતુ આ બધા વચ્ચે સલમાનના ફેન્સને પણ ગુડ ન્યુઝ મળ્યા છે અને સલમાને પણ પિતા બનવાની વાત કરીને ફેન્સને ટૂંક સમયમાં તે પણ ગુડ ન્યુઝ આપશે એવી હિંટ આપી છે. ચાલો જોઈએ શું છે આખી ઈનસાઈડ સ્ટોરી…

બોલીવૂડના જાણીતા અભિનેતા સલમાન ખાન હાલમાં જ એક ઓટીટી પ્લેટફોર્મના નવા ટોક શો ટુ મચ વિથ કાજોલ એન્ડ ટિ્વન્કલમાં પહોંચ્યો હતો. શોનો પહેલો એપિસોડ ખૂબ જ ખાસ હતો, કારણ કે આમિર ખાન પણ પહોંચ્યો હતો. આ શોમાં હસવાનું, મજાક અને સીધી વાતો થઈ પણ એક એવી વાત પણ થઈ કે જે ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. આ વાત સલમાને ખુદ શો પર કહી છે કે તે પણ પિતા બનવા ઈચ્છુક છે.

શો પર સલમાન ખાતે રિલેશનશિપ પર વાત કરતાં જણાવ્યું હતું કે સંબંધોમાં સમસ્યા ત્યારે આવે છે જ્યારે એક સાથી આગળ વધી જાય છે અને બીજો પાછળ રહી જાય છે. બંનેએ સાથે મળીને આગળ વધવું જોઈએ, ત્યારે જ સંબંધ મજબૂત બને છે. ઈનસિક્યોરિટી ત્યારે આવે છે જ્યારે પાર્ટનર્સ એકબીજાથી આગળ નીકળી જાય છે.

જ્યારે આમિર ખાને સલમાનને તેની ભૂતકાળની રિલેશનશિપ વિશે પૂછ્યું તો સલમાને મજાકમાં કહ્યું કે અરે કોઈ ભૂલ થઈ તો તે તેમની છે. એટલું જ નહીં સલમાને તો ત્યાં સુધી પણ કહ્યું કે તે એક દિવસ પાતિ બનવા માંગે છે અને તેણે કહ્યું કે બચ્ચા થશે, જલદી…

કાજોલે આ શો વિશે જણાવ્યું હતું કે આ શો તેની અને ટ્વિન્કલની મિત્રતા પર આધારિત છે. બંને જણ જ્યારે મળે છે ત્યારે ખૂબ જ મોજ-મસ્તી અને ધમાનલ થાય છે. કાજોલને વિશ્વાસ છે કે આ શો તમામ ઉંમરના લોકોને પસંદ આવશે કારણ કે આ શો પર દરેક વાત દિલથી કહેવામાં આવી છે. આ શો આજથી એટલે કે 25મી સપ્ટેમ્બરથી ઓટીટી પ્લેટફોર્મ પર ઓન એર થશે અને આ શોના પહેલાં ગેસ્ટ છે સલમાન ખાન અને આમિર ખાન, જે પોતાના જીવનના સિક્રેટ્સ ખોલશે…

અત્રે ઉલ્લેખનીય છે કે પિતા બનવાની વાત સલમાને આ શો પર પહેલી વખત નથી કહી. આ પહેલાં પણ સલમાન પિતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યો છે અને એ સાથે તેણે એવું પણ કહ્યું હતું કે દેશનો કાયદો તેમનું આ સપનું પૂરું કરવામાં સમસ્યા પેદા કરી રહ્યું છે. જોઈએ હવે સલમાને પાછી આ વાત કહી છે ત્યારે શું આ વખતે પિતા બનવાની સલમાનની ઈચ્છા પૂરી થાય છે કે નહીં?

આ પણ વાંચો…TMKOC Alert: સલમાન ખાનનો ફેવરેટ છે ‘તારક મહેતા’નો આ કલાકાર, કહ્યું મને તો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button