મનોરંજન

Salman Khan Firing Case: Abhishek Ghosalkarની પત્નીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને ઉપસ્થિત કર્યા સવાલો

મુંબઈઃ Bollywood Actress Salman Khanના ઘર પર બે અજ્ઞાત વ્યક્તિઓ પર કરવામાં આવેલા ફાયરિંગનું પ્રકરણ તાજું જ છે ત્યાં ફરી એક વખત Abhishek Ghosalkarનું પ્રકરણ પણ ગાજ્યું છે અને એનું કારણ છે Abhishek Ghosalkarની પત્ની Tejasvee Ghosalkarની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ.

વાત જાણે એમ છે કે સલમાન ખાનના પ્રકરણમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી દીધી હતી,. બિશ્નોઈ ગેંગ દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ જ સંદર્ભે અભિષેક ઘોસાળકરની પત્ની તેજસ્વી ઘોસાળકરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને પોતાની વ્યથા રજૂ કરી છે.

પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં તેજસ્વી ઘોસાળકરે જણાવ્યું હતું કે સલમાન ખાનના ઘર પર કરવામાં આવેલા ગોળીબારની ઘટના દુઃખદ છે. પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ મેળવીને આ પ્રકરણની તપાસ હાથ ધરીને આરોપીઓની ધરપકડ પણ કરી હતી. સલમાન ખાનના પ્રકરણમાં મુંબઈ પોલીસે આટલી ઝડપ દેખાડી પણ અભિષેક ઘોસાળકરના પ્રકરણમાં આટલી ઝડપથી કે નિષ્ઠાથી કાર્યવાહી કેમ નહોતી કરી? એવો સવાલ તેમણે ઉપસ્થિત કર્યો હતો.

અમે ખુદ જઈને પોલીસને ઘટનાનું સીસીટીવી ફૂટેજ વગેરે આપી આવ્યા હતા, પરંતુ તેમ છતાં કાર્યવાહીમાં ખાસ કંઈ પ્રોગ્રેસ જોવા મળી નહીં. અમે આ સંદર્ભે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળીને તેમની પાસે કાર્યવાહી કરવાની માગણી કરીશું, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ સિવાય અભિષેક પર કરવામાં આવેલી ફાયરિંગ બાદ તેજસ્વીની સુરક્ષા તરફ સેવવામાં આવી રહેલાં દુર્લક્ષ અંગે પણ તેમણે સવાલો ઉપસ્થિત કર્યાં હતા. મારા જીવ સામે જોખમ હોવા છતાં પણ સલમાન ખાનની જેમ મને તો સુરક્ષા નથી પૂરી પાડવામાં આવી. જો એક સેલિબ્રિટીને સિક્યોરિટી મળી શકે છે તો પછી હું કેમ ભયના ઓછાયા હેઠળ રહું? મને પણ સિક્યોરિટી મળવી જોઈએ. એક જ પ્રકારના બે અલગ અલગ કેસને હેન્ડલ કરવાની આવી પેટર્નને જોતા આપણી ન્યાયવ્યવસ્થા અને તેની પારદર્શકતા બાબતે ચિંતા થઈ રહી હોવાનું પણ તેજસ્વીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button