TMKOC Alert: સલમાન ખાનનો ફેવરેટ છે ‘તારક મહેતા’નો આ કલાકાર, કહ્યું મને તો…

ટીવી સીરિયલ તારક મહેતાના છેલ્લાં 17 વર્ષથી દર્શકોનું અવિરતપણે મનોરંજન કરી રહ્યું છે અને ટીઆરપીના લિસ્ટમાં આ શો ટોપ પર રહે છે. આ શોની લોકપ્રિયતાનો અંદાજો એ પરથી જ લગાવી શકાય છે કે બોલીવૂડના દબંગ એવા સલમાન ખાન અને શાહરૂખ ખાન પણ આ શોમાં પોતાની ફિલ્મોનું પ્રમોશન કરવા માટે આવી ચૂક્યા છે. પણ શું તમને ખબર છે કે આ શોનું કહ્યું કેરેક્ટર સલમાન ખાનને પસંદ છે? ખુદ સલમાન ખાને આ વાતનો ખુલાસો કર્યો હતો, ચાલો જોઈએ કોણ છે સલમાનનો ફેવરેટ?
વાત છે 2014ની જ્યારે સલમાન ખાન ફિલ્મ જય હોના પ્રમોશન માટે આ તારક મહેતા તા ઉલટા ચશ્માના સેટ પર પહોંચ્યો હતો. આ સમયે સલમાન ખાને દયાબેન એટલે કે દિશા વાકાણી અને બાકી સ્ટાર કાસ્ટ સાથે ગરબા પણ કર્યા હતા.
સલમાને એક ઈન્ટરવ્યુમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિશે વાત કરી હતી અને પોતાના મનગમતા કેરેક્ટર વિશે વાત પણ કરી હતી. સલમાને જણાવ્યું હતું કે સીરિયલમાં દયાબહેનનું કેરેક્ટર તેને ખૂબ જ ગમે છે. આ શોમાં દિશા વાકાણીએ લાંબા સમય સુધી દયાબેનનું કેરેક્ટર પ્લે કર્યું હતું, પરંતુ પ્રેગ્નન્સી સમયે દયાબેને શો છોડ્યો અને બસ ત્યારથી તેઓ પાછા ફર્યા નથી.
સલમાન ખાને દયાબેન સિવાય સીરિયલના લીડ એક્ટર જેઠાલાલ એટલે કે દિલીપ જોષી વિશે પણ આ ઈન્ટરવ્યુમાં વાત કરી હતી. સલમાને જણાવ્યું હતું કે દયાબેનની સાથે સાથે મને જેઠાલાલ પણ ખૂબ જ ગમે છે અને એમની સાથે તો મેં ફિલ્મમાં પણ કામ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને દિલીપ જોષીએ ફિલ્મ હમ અપકે હૈ કૌનમાં એક સાથે કામ કર્યું હતું.
છેલ્લાં કેટલાક સમયથી શોમાં દયાબેન ઉર્ફે દિશા વાકાણીની એન્ટ્રીને લઈને જાત જાતની વાતો અને રિપોર્ટ્સ સામે આવતા રહે છે. પરંતુ મેકર્સ કે દિશા વાકાણી દ્વારા આ બાબતે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવામાં નથી આવ્યું.
આ પણ વાંચો…TMKOCના કલાકારે કર્યો દયાબેનની એન્ટ્રીની લઈને ચોંકાવનારો ખુલાસો, કહ્યું તેઓ…