મનોરંજન

સલમાનના ચાહકોએ સિનેમા હોલમાં કરી આવી કરતૂત…

મુંબઇ: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે જેમાં લોકો સિનેમા હોલની અંદર ફટાકડા ફોડી રહ્યા છે. ત્યારે ઘણા લોકો ડરના કારણે નાલભાગ કરતા પણ જોવા મળે છે. સલમાન ખાનની ફિલ્મ ટાઈગર થ્રી રિલીઝ થઈ હતી અને ફિલ્મમાં સલમાન ખાનની એન્ટ્રી બતાવવામાં આવે છે ત્યારે કેટલાક દર્શકો કંઈપણ વિચાર્યા વિના ફટાકડા ફોડવાનું ચાલુ કરી દે છે. ફટાકડા ફૂટતાની સાથે જ લોકો જીવ બચાવવા માટે આમ તેમ દોડવા લાગે છે.

અતેયારે તમામ સિનેમા હોલ એસી હોલ હોય છે અને ફટાકડા ફોડવાના કારણે શ્ર્વાસ રુંધાવાની શક્યતાઓ પણ વધી જીય છે. તેમજ આગ પણ લાગી શકે છે જેના કારણે કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે. સિનેમા હોલ બળીને ખાખ પણ થઈ ગયો હોત. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ ઘણા લોકો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે સલમાનખાનની એન્ટ્રી પર ફટાકડા ફોડવામાં આવે છે ત્યારે આજુ બાજુમાં બેઠેલા બીજા દર્શકો ઘણા ડરી જાય છે. અને પોતાની સીટ પરથી ભાગવા લાગે છે. જો કે પ્રશ્ર્ન એ થાય કે આ જે લોકોએ સિનેમા હોલમાં ફટાકડા ફોડ્યા તેઓ ફટાકડા અંદર કેવી રીતે લઇ ગયા? શું તેમનું ચેકિંગ થયું નહોતું.


આ વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સે કમેન્ટ કરી હતી. એક યુઝરે લખ્યું હતું કે તમે આવું કેમ કરો છો? આ રીતે કોઇનું મૃત્યુ થઇ શકે છે. અને સિનેમા મનોરંજન માટે છે, મૃત્યુ માટે નહીં. અન્ય એક યુઝરે લખ્યું હતું કે આ ખરેખર ચોંકાવનારો વીડિયો છે. કલ્પના કરો કે કેટલાક મૂર્ખ લોકોની અવિચારી હરકતોના કારણે કોઇનું પણ મૃત્યુ થઇ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે (Copy) 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?