Dubaiના મોલમાં ફરવા પહોંચ્યો Salman Khan, ફેન્સ વચ્ચે એવો ફસાયો કે…

બોલીવૂડના ભાઈજાન એટલે સલમાન ખાન (Salman Khan)ની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે. ભાઈજાન જ્યાં પણ જાય ત્યાં તેમની એક ઝલક જોવા માટે ફેન્સની ભીડ એકઠી થઈ જાય છે. હાલમાં જ સલમાન ખાન દુબઈના એક મોલમાં ફરતો જોવા મળ્યો હતો અને એ સમયે તે ફેન્સની ભીડ વચ્ચે એવો ઘેરાઈ ગયો હતો કે આખરે સિક્યોરિટી ગાર્ડસે વચ્ચે પડવું પડ્યું હતું. જી હા, આવું હકીકતમાં બન્યું હતું ચાલો જોઈએ શું છે આખો મામલો-
આ પણ વાંચો : મિસ્ટ્રી ગર્લ સાથેનો ફોટો વાઈરલ…Salman Khanના ઘરે રેલાશે શરણાઈના સૂર?
વાત જાણે એમ છે કે હાલમાં કોઈ કારણઅનુસાર સલમાન ખાન દુબઈ પહોંચ્યો હતો અને ત્યાં તે એક મોલમાં પહોંચ્યો હતો. ફેન્સે સલમાન ખાનને જોવા માટે ભીડ કરી દીધી હતી. સલમાનને જોવા માટે ચાહકોની ભીડ એટલી બધી વધી ગઈ હતી કે આખરે સિક્યોરિટીએ વચ્ચે પડવું પડ્યું હતું અને તેમણે જ ભાઈજાનને મોલમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવામાં મદદ કરી હતી. ફેન્સ પણ પોતાના મનગમતા સ્ટારની એક ઝલક જોઈને એકદમ રાજીના રેડ થઈ ગયા હતા.
હર હંમેશની જેમ જ સલમાન એકદમ હેન્ડસમ અને ચાર્મિંગ લાગી રહ્યો હતો. સલમાનના ફેન્સ માત્ર ભારત કે દુબઈમાં જ નહીં પણ દુનિયાભરમાં છે. વાત કરીએ સલમાનના વર્ક ફ્રન્ટની તો સલમાન આવતા વર્ષે સાજિદ નડિયાદવાલાની ફિલ્મ સિકંદરમાં જોવા મળશે. આ ફિલ્મ 2025માં ઈદ પર રીલિઝ થવા જઈ રહી છે.
આ પણ વાંચો : અસ્તવ્યસ્ત કપડાંમાં અભિનેત્રીઓને જોઈ છેઃ Salman Khanની એક્સ ગર્લફ્રેન્ડે કર્યો ચોંકાવનારો ખુલાસો
અત્રે ઉલ્લેખનીય છે કે જેવો સલમાન બે દિવસ પહેલાં મુંબઈથી દુબઈ આવવા રવાના થયો કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સલીમ ખાનને ધમકી આપી હતી. સલીમ ખાન રોજની જેમ જ સવારે વોક પર નીકળ્યા હતા એ સમયે એક બુરખા પહેરેલી મહિલાએ તેમને લોરેન્સ બિશ્નોઈને મોકલાવું કે એવં કહ્યું હતું. મહિલા સ્કુટી પર આવી હતી અને એ સમયે એની સાથે કોઈ બીજું પણ હતું જે સ્કુટી ચલાવી રહ્યું હતું. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે આ મામલે વધુ તપાસ કરી રહી છે.