સલમાન ખાને આ અભિનેત્રીના બર્થડેનું કર્યું જોરદાર સેલિબ્રેશન

મુંબઈ: બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાનના જીવનમાં આમ તો અનેક અભિનેત્રીઓ આવી અને તેનું નામ પણ અનેક અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું, પરંતુ આ યાદીમાં છેલ્લું નામ આવે છે તેની કહેવાતી ગર્લફ્રેન્ડ યુલિયા વંટુર (Lulia Vantur)નું. સલમાનની અત્યંત નજીકની અને આમ તો તેની ગર્લફ્રેન્ડ જ મનાતી મોડલ કમ અભિનેત્રીએ હાલમાં જ તેનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો.
જોકે બુધવારે થયેલી જન્મદિવસનીની ઉજવણીની તસવીરો હવે વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં જન્મદિવસની ઉજવણીમાં કોણ કોણ સામેલ હતું અને તેમણે પાર્ટી કઇ રીતે ઉજવી તે સ્પષ્ટ જોઇ શકાય છે.
આ પણ વાંચો: સલમાન ખાનની એક્ટ્રેસ ઝરીન ખાને શા માટે કહ્યું, હું મૂર્ખામીભર્યા ટ્રેન્ડ્સની વિરોધી છું…
સલમાન ખાને કથિત ગર્લફ્રેન્ડના બર્થ-ડેના દિવસે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું અને આ પાર્ટીમાં બોલીવૂડની અનેક હસતીઓ સામેલ થઇ હતી. તસવીરોમાં આ હસતીઓ પાર્ટીની મજા માણતા અને યુલિયા સાથે મોજની પળો એન્જોય કરતા નજરે ચઢે છે.
જોકે તસવીરોમાં સૌથી વધુ ચર્ચા સલમાન ખાન અને યુલિયા એકબીજાની એકદમ નજીક જોવા મળતા બંને વચ્ચેના સુંવાળા સંબંધો છતાં થાય છે, તેવું તસવીર જોનારા સલમાનના ફેન્સનું કહેવું છે. સલમાન અને યુલિયા ઉપરાંત પાર્ટીના ફોટોમાં સિંગર મીકા સિંહ, સંગીતકાર સાજીદ-વાજીદની જોડીના સાજીદ, સંગીતકાર-ગાયક હિમેશ રેશમિયા પણ દેખાય છે.
મીકા સિંહે પોતે એક ફોટો શેર કરતા તેના કેપ્શનમાં લખ્યું હતું કે યુલિયાના બર્થ-ડે નિમિતે સલમાન ખાનના ઘરે મજેદાર પાર્ટીનું આયોજન કરાયું હતું. પ્રિય યુલિયા, તને હેપ્પી બર્થ-ડે. ભગવાન તને સફળતા, ખુશી અને સારું સ્વાસ્થ્ય આપે એવી પ્રાર્થના.
આ પણ વાંચો: તો શું સલમાન ખાન બિગ બોસ ઓટીટી 3 હોસ્ટ નહીં કરે?
44મા વર્ષમાં પ્રવેશેલી યુલિયા અનેક તસવીરોમાં સલમાન ખાનને ભેટી પડતી પણ જોવા મળે છે. આ ઉપરાંત યુલિયાએ સાજીદ, મીકા સિંહ સાથે પણ તસવીરો પડાવી હતી, જે મીકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.
સલમાન ખાન ભલે હજી કુંવારો હોય અને તેના લગ્ન ક્યારે થાય છે તેનો ઇંતેજાર તેના ચાહકો કરી રહ્યા હોય, પરંતુ સલમાન પોતના પ્રિયજનો સાથે જીવનનો આનંદ માણી રહ્યો છે, તે આ તસવીરો પરથી સ્પષ્ટ થાય છે.