મનોરંજન

એક્ટ્રેસે ઓન કેમેરા Salman Khanને કર્યું લગ્ન માટે પ્રપોઝ, ભાઈજાને કહ્યું તમારી મમ્મી અને મારી…

બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) હાલમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. લોરેન્સ બિશ્નોઈને કારણે સતત ટેન્શન અને જીવના જોખમના ઓછાયા હેઠળ જીવી રહેલાં સલમાનના જીવનમાં થોડી હળવાશની પળો જોવા મળી રહી છે, કારણ કે ટીવી એક્ટ્રેસે સલમાન ખાનને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને એના પર સલમાન ખાને આપેલું રિએક્શન સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. આવો જોઈએ આખરે કોણ છે આ ટીવી એક્ટ્રેસ અને સલમાન ખાને શું કહ્યું-

વાત જાણ એમ છે કે બિગ બોસ-18ના લેટેસ્ટ વીક-એન્ડ કા વાર પર સલમાન ખાન ઘરના સભ્યો સાથે હળવા મૂડમાં જોવા મળ્યો હતો અને તેણે શોની કન્ટેસ્ટન્ટ ચાહત પાંડે એવું કહ્યું હતું કે તું જ્યારથી ઘરમાં આવી છે ત્યારથી અનેક વખત કહી ચૂકી છે કે તારે લગ્ન કરવા છે, તો તારે જે છોકરા સાથે લગ્ન કરવા છે એમાં શું-શું ક્વોલિટી હોવી જોઈએ, એ મને અહીં તું ઘરના જ પુરુષોમાં જોઈને જણાવ.

શોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. સલમાનની આ વાત સાંભળીને ચાહત કહે છે કે મારો લાઈફ પાર્ટનર કરણવીરની જેમ ફિટ હોવો જોઈએ. આ જોઈને સલમાન ખાન મસ્તી કરવા લાગે છે. ત્યાર બાદ ચાહત કહે છે તેના વાળ વિવિયન જેવા હોવા જોઈએ. ચાહત અને કરણને લઈને ઘરવાળા પણ મજાક કરે છે. ત્યાર બાદ કરણ કહે છે કે ફ્રેમમાં બીજા લોકો પણ છે ચાલ બોલ સલમાન સરની ક્વોલિટી હોવી જોઈએ.

આ પણ વાંચો :સલમાન ખાનને મારવા ગાર્ડ સાથે મિત્રતા કરી હતી…’, ધરપકડ કરાયેલ બિશ્નોઈ ગેંગના શૂટર સુખાનો ખુલાસો

કરણની આ વાત સાંભળીને ચાહત સલમાન સામે જોઈને કહે છે કે સર તમે જ મારી સાથે લગ્ન કરી લો. જોકે, ચાહતના આ પ્રપોઝલ પર સલમાન ખાન કહે છે ચાહત તેં જે જે ક્વોલિટી ગણાવી છે ને એમાંથી એક પણ ક્વોલિટી મારી અંદર નથી. એટલું જ નહીં પણ સૌથી મહત્ત્વની વાત તો એ છે તારી મમ્મી અને મારી બિલકુલ નહીં જામે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આપવામાં આવેલી ધમકીઓને કારણે સલમાન ખાન અને પરિવાર હાલમાં ટેન્શનમાં છે અને ગયા અઠવાડિયે સલમાન ખાન વીક-એન્ડ કા વાર શૂટ નહીં કરે એવું કહેવાઈ રહ્યું હતું, પરંતુ આખરે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સલમાન ખાને વીક-એન્ડ કા વાર શૂટ કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button