મનોરંજન

સલમાન ખાનના એપાર્ટમેન્ટની બહાર ફાયરીંગ

'આ બધો ડ્રામા છે, પબ્લિસિટી માટે સલમાને પોતે કરાવ્યું આ કામ,' જાણો કોણે કહ્યું આમ

મુંબઇઃ બોલિવૂડના ભાઇજાન ગણાતા સલમાન ખાનના ઘરની બહાર રવિવારે વહેલી સવારે કેટલાક લોકોએ ફાયરીંગ કરવાની ઘટના બની હતી. જ્યારે આ ગોળીબાર થયો ત્યારે સલ્લુમિયા ઘરમાં હતા. ભાઇજાનના ઘરની બહારનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેમના બિલ્ડિંગની બહારની દીવાલો પર ગોળીઓના નિશાન જોવા મળે છે.
આ ફાયરીંગની ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સલમાન ખાનને ફોન કરીને તેમની સુરક્ષાની ખાતરી આપી હતી. હવે આ મામલે નિવેદન આપીને કમાલ રશિદ ખાન ચર્ચામાં આવ્યો છે. KRKએ X પર પોસ્ટ કરીને સલમાન પર નિશાન સાધ્યું છે.

KRKએ ગોળીબારની ઘટનાને સલમાનની ડ્રામેબાજી ગણાવી છે અને કહ્યું છે કે સલમાન દેશનો સૌથી મોટો ગેંગસ્ટર છે. બીજા બધા ગેંગસ્ટર તેની માટે કામ કરે છે. સવારે પાંચ વાગે જ્યારે બધા સૂતા હતા ત્યારે તેણે કેમ ગોળીબાર કર્યો? દયા અને પ્રસિદ્ધિ મેળવવા તેણે આ બધી ગોઠવણ કરી! સલમાન જાણે છે કે સુશાંત સાથે તેણે જે કર્યું એ હું જાહેર કરવાનો છું.

સલમાન ખાન બાન્દ્રામાં રહે છે. આજે વહેલી સવારે તેના ઘરે અજાણ્યા હુમલાખોરોએ આવીને ગોળીબાર કરીને નાસી છૂટ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસે તપાસ શરૂ કરી હતી. ફોરેન્સિક ટીમને બાલ્કનીમાંથી ગોળીઓના નિશાન મળ્યા છે. પોલીસ હાલમાં ઘરની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે.
આ ઘટના બાદ જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલ બિશ્નોઇએ સલમાનના ઘરની બહાર ફાયરીંગની ઘટનાની જવાબદારી લીધી છે. આ પહેલા પણ લોરેન્સ બિશ્નોઇએ સલમાન ખાનને જાનથી મારવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ સલમાનના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button