મનોરંજન

Ambani Family ના ઈવેન્ટમાં કેમ હાથ જોડી દીધા Salman Khan એ? જુઓ પાર્ટીની ઈનસાઈડ સ્ટોરી…

દુનિયાના ધનવાન પરિવારમાં જેની ગણતરી થાય છે એવા અંબાણી પરિવાર (Ambani Family) અને બોલીવૂડના ડેશિંગ અને મોસ્ટ એલિજેબલ બેચલર એવા સલમાન ખાન (Salman Khan) વચ્ચે ખાસ બોન્ડ ધરાવે છે એ વાત તો બધા જ જાણે છે. આ જ કારણે ભાઈજાનના 59મા જન્મદિવસનું અંબાણી પરિવારે જામનગર ખાતે ગ્રાન્ડ સેલિબ્રેશન કર્યું હતું.

આ પણ વાંચો : Bye Bye 2024: બોલીવૂડના આ.. સુપરસ્ટાર આખું વર્ષ પડદા પર ન દેખાયા પણ…

હવે આ સેલિબ્રેશન બાદની રિલાયન્સની ઈવેન્ટના ઈનસાઈડ વીડિયો અને ફોટો સામે આવી રહ્યા છે. આવા જ એક વીડિયોમાં સલમાન હાથ જોડતો જોવા મળે છે. ચાલો જોઈએ આખરે એવું તે શું થયું કે સલમાને હાથ જોડવા પડ્યા? ચાલો જોઈએ શું છે વાઈરલ વીડિયોમાં…

વાત જાણે એમ છે કે ગુજરાતના જામનગર ખાતે બર્થડે સેલિબ્રેશન બાદ સલમાન ખાન રિલાયન્સના એક ઈવેન્ટમાં પણ હાજરી આપવા પહોંચ્યો હતો. આ જ દરમિયાન સલમાન ખાન મુકેશ અંબાણી (Mukesh Ambani)ની મમ્મી કોકિલાબેન (Kokilaben Ambani)ને મળવા પહોંચે છે. સલમાને તેમને હાથ જોડીને નમસ્તે કરીને તેમના આશિર્વાદ લે છે.

આ ઉપરાંત આ ઈવેન્ટમાં સલમાન ખાન અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા (Shloka Mehta)ને પણ હસીને ગળે મળતો જોવા મળે છે. અંબૂાણી પરિવાર સાથેનો ભાઈજાનનો આ બોન્ડ નેટિઝન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આટલું ઓછું હોય તેમ સલમાન ખાને આ ઈવેન્ટમાં પોતાના સિંગિગ ટેલેન્ટનો પણ સારો એવો પરિચય આપ્યો હતો. તે ગિટાર પર સુપરહિટ સોન્ગ ઓ ઓ જાને જાના ગીત ગાતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Salman Khan ને લઈને Ex-Girlfriend એ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું એ ખૂબ જ…

સલમાન ખાનના લાઈવ પર્ફોર્મન્સ પર હાજર તમામ મહેમાનો ઝૂમી ઉઠ્યા હતા અને તેમણે સલમાનને ચિયરઅપ કર્યું હતું. વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન આ વર્ષે જ ફિલ્મ સિકંદરમાં જોવા મળશે, જે ઈદ પર રીલિઝ થશે. તમે પણ ભાઈજાનનો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button