લગ્ન વિના આ કામ કરવા માંગે છે Salman Khan, ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું કે હજી પણ મારી પાસે…
![Salman Khan's 41 years ago photo with Edney actress is viral on social media](/wp-content/uploads/2024/08/salman-khan-7_122210031549.jpg)
બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan)ની ફેનફોલોઈંગ તગડી છે અને 59 વર્ષની ઉંમરે પણ મોસ્ટ એલિજેબલ બેચલર તરીકે કરવામાં આવે છે. હાલમાં સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ સિકંદરને કારણે પણ ચર્ચામાં રહે છે. આ ઉપરાંત ભાઈ અરબાઝ ખાન (Arbaaz Khan)ના દીકરા અરહાન ખાનના પોડકાસ્ટ પર પહોંચ્યો હતો. જ્યાં તેણે લગ્ન વિના જ પિતા બનવાની ઈચ્છા વ્યક્ત કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. આવો જોઈએ કઈ રીતે આ શક્ય છે, બીજું શું કહ્યું સલ્લુભાઈએ-
અરહાન ખાને પોતાનું એક પોડકાસ્ટ શરૂ કર્યું છે અને આ પોડકાસ્ટ પર પરિવારના લોકોની સાથે બીજા સેલેબ્સને બોલાવીને તેમની સાથે વિવિધ વિષય પર ખુલીને વાત કરતાં જોવા મળે જ છે. આ પોડકાસ્ટ પર સલમાન ખાન પણ પહોંચ્યો હતો અને અહીં તેણે પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ વાત કરી હતી.
સલમાન ખાને આ પોડકાસ્ટ પર બાળક એડોપ્ટ કરવાની વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે હજી પણ મારી પાસે સમય છે અને હું બાળકને એડોપ્ટ કરી શકું છું. સલમાન ખાને જણાવ્યું હતું કે તું મને તારા પોડકાસ્ટ પર કેમ બોલાવવા માંગતો હતો? જેના જવાબમાં અરહાને કહ્યું કે હું તમારી સાથે સારી યાદો બનાવવા માંગતો હતો, જેને હું ભવિષ્યમાં યાદ કરી શકું. જેને તમારા બાળકો પણ જોઈ શકે છે. અરહાનની આ વાત સાંભળીને સલમાન કહે છે કે હા, તારી પાસે પણ સમય છે અને મારી પાસે પણ છે અને થોડો વધારે જ ટાઈમ છે.
આ પણ વાંચો : Sikandar Teaser: ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ , સલમાન ખાન એક્શન સિનમાં જોવા મળ્યો
જોકે, આ પહેલી વખત નથી કે સલમાન ખાને બાળક એડોપ્ટ કરવાની વાત કરી હોય. આ પહેલાં પણ તે અનેક વખત આ વિશે વાત કરી ચૂક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાન 60 વર્ષનો થવા જઈ રહ્યો છે. પરંતુ તેમ છતાં તે હજી પણ કુંવારો જ છે. જોકે, સલમાન ખાનનું નામ તેની ફિલ્મી કારકિર્દી દરમિયાન અનેક એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યું છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે અને સલમાન ખાનની આ ફિલ્મ આ જ વર્ષે ઈદ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે રશ્મિકા મંદાના પણ જોવા મળશે.