સલમાન ખાનની એક્ટ્રેસ ઝરીન ખાને શા માટે કહ્યું, હું મૂર્ખામીભર્યા ટ્રેન્ડ્સની વિરોધી છું…
મુંબઈઃ સલમાન ખાન સાથે વીર ફિલ્મમાં ડેબ્યુ કરનારી અને એક સમયે જેની સરખામણી કેટરીના કૈફ સાથે થતી હતી તે અભિનેત્રી ઝરીન ખાને સોશિયલ મીડિયાના જમાનામાં એક અનપોપ્યુલર ઓપિનિયન આપ્યો છે. આજકાલ હજારો જ નહીં, પરંતુ લાખોની સંખ્યામાં લોકો રીલ્સ બનાવે છે અને પોતાને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ગણાવતા હોય છે. કોઇપણ વાત હોય તો વીડિયો બનાવવાનું શરૂ કરી દે છે. આ ટ્રેન્ડને અમુક લોકો સામાન્ય માને છે જ્યારે અમુક લોકો આ ટ્રેન્ડથી ઘણા જ નારાજ જણાય છે. જાણે દર બીજી વ્યક્તિને વ્લોગર, ડાન્સર, કોન્ટેન્ટ ક્રિએટર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવું હોય છે. આ જ બાબતે ઝરીન ખાને પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે અને મતના સ્થાને આપણે નારાજગી વ્યક્ત કરી છે એમ કહીશું તો વધારો યોગ્ય રહેશે.
ઝરીન ખાને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા બ્યૂટી ટ્રેન્ડ પ્રત્યે પોતાની નારાજગી જાહેર કરી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઝરીને ખાને આ વાત કહી હતી. થોડા દિવસો પહેલા ઝરીન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર રાધિકા બંગિયાનો વીડિયો શેર કર્યો હતો, જે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. આ વીડિયોમાં રાધિકા બ્રોકોલી વેજીટેબલથી પોતાના મોં પર ફ્રેકલ્સ બનાવતી હોય છે. જોકે, આ વીડિયો ઝરીનને જરાય પસંદ ન આવ્યો અને તેણે આ હરકતને મૂર્ખામીભરી ગણાવી હતી.
આ પણ વાંચો : થેન્ક યુ, બધાએ મને એકલી મૂકી દીધી… જાણો Karisma Kapoorએ કેમ આવું કહ્યું?
આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા ઝરીને કહ્યું હતું કે આનો અર્થ શું છે અને આ બધુ શું થઇ રહ્યું છે. હું જ્યારે નાની હતી ત્યારે મારા મોં પર એક જગ્યાએ ફ્રેકલ્સ હતા. મારી મમ્મી ખૂબ જ ટેન્શનમાં આવી જતી કારણ કે તેમને લાગતું કે હું છોકરી છું તો છોકરીના મોં પર ડાઘ ન હોવા જોઇએ. એ વખતે મારા ફેસ માટે મારી મમ્મીએ મારા ફેસ માટે દુનિયાભરની હોમિયોપેથી દવા કરી હતી અને આજે લોકો બ્રોકોલીની મદદથી ફ્રેકલ્સ બનાવી રહ્યા છે. આ ફેશન બની ગઇ છે. આ બધુ શું થયુ ક્યારે થયું કંઇ ખબર નથી પડતી આજકાલ. બિલકુલ નથી ખબર પડતી.
આમ કહી ઝરીને કેપ્શનમાં લખ્યું હતું કે હું ફ્રેકલ્સની વિરુદ્ધ નથી. હું મૂર્ખામીભર્યા ટ્રેન્ડ્સની વિરુદ્ધ છું. જોકે, રાધિકા ખરેખર તું સુંદર દેખાય છે.
આ ઉપરાંત એક ઇન્ટરવ્યૂમાં ઝરીને કહ્યું હતું કે હવે કંઇક અજીબ ટ્રેન્ડ્સ આવી ગયા છે. મને નથી ખબર લોકો શું કરી રહ્યા છે. એક એવો ટ્રેન્ડ જોયો જેમાં લોકો નકલી ફ્રેકલ્સ બનાવી રહ્યા છે. આ ચોંકાવનારું છે. આમ કરીને તમે શું કરશો? મને આની પાછળનું લોજીક નથી સમજાતું. સોશિયલ મીડિયાએ આપણને વાંદરા બનાવી દીધા છે.
આ રીતે આજકાલ ચાલતા વિચિત્ર અને તર્કહિન ટ્રેન્ડ્સ પ્રત્યે ઝરીન ખાને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ઝરીન ખાને કહેલી વાતને અનેક લોકોએ પોતાનું સમર્થન પણ આપ્યું હતું અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો જાતભાતના વિચિત્ર અને ધડ-માથા વિનાના કામો કરતા હોવાનો પોતાનો મત આપ્યો હતો.