સલમાને પોતે જ આપ્યા ગૂડ ન્યૂઝ? સોશિયલ મીડિયા પોસ્ટ બાદ ભાઈજાન ફરી ચર્ચામાં

મુંબઈ: બોલિવૂડના દબંગ સ્ટાર લોકોના ભાઈજાન સલમાન ખાન, જે ઇન્ડસ્ટ્રીના મોસ્ટ એલિજિબલ બેચલર છે, તેના લગ્નને લઈ વારંવાર ચર્ચાઓ થતી રહે છે. આ વચ્ચે ફરી એક વખત તેની પોસ્ટે ચાહકોમાં સલમાનના લગ્નની ચર્ચા શરૂ થઈ છે. આ પોસ્ટમાં સલમાને તેના જીજા અતુલ અગ્નિહોત્રીને જન્મદિવસની શુભેચ્છા આપતા એવું કેપ્શન લખ્યું જેનાથી ચાહકોને લાગ્યું કે તેઓ લગ્નના સંકેત આપી રહ્યા છે.
સલમાને અતુલ અગ્નિહોત્રીના જન્મદિવસ નિમિત્તે તેની બહેન અલવીરા ખાન અને અતુલનો એક જૂનો ફોટો શેર કર્યો, જેમાં અતુલ અલવીરાના ખભે માથું મૂકીને સૂતા જોવા મળે છે. કેપ્શનમાં સલમાને લખ્યું, “જન્મદિન ખુબ ખુબ વધામણી, અતુલ! મારા બ્રદર-ઇન-લૉ. મારી બહેનની સંભાળ રાખવા બદલ આભાર. તું સૌથી સારો પતિ અને પિતા છે. શું તું એ જ વ્યક્તિ રહી શકે જેને હું શરૂઆતથી ઓળખું છું? એક દિવસ હું પણ તારા જેવો બનીશ.” આ કેપ્શનના છેલ્લા વાક્યએ લોકોનું ધ્યાન ખેચ્યું. જેનાથી લગ્ને લઈ ફરી અટકળો શરૂ થઈ ચૂકી છે.
આ પોસ્ટ કેપ્શન જોઈ ઘણા ફેન્સને એવું લાગ્યું કે સલમાન ખાન લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે અને આગામી સમયમાં તે લગ્ન કરશે. લગ્ની વહેતી અટકળોથી ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો. અગાઉ પણ સલમાને ઘણા ઇન્ટરવ્યૂ અને શોમાં લગ્ન અંગેના સવાલોનો સામનો કરવો પડ્યો છે, પરંતુ તેના લગ્નનો સસ્પેન્સ હજુ પણ યથાવત્ છે. ચાહકો આશા રાખે છે કે આ પોસ્ટ ખરેખર કોઈ મોટા સમાચારનો સંકેત હોઈ શકે.
સલમાન ખાન તાજેતરમાં ફિલ્મ ‘સિકંદર’માં જોવા મળ્યા હતા. હવે તેઓ ‘બેટલ ઓફ ગલવાન’માં દેખાશે, જે ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેના સંઘર્ષ પર આધારિત છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યું છે, અને સલમાનનો દમદાર લુક ચાહકોને ખૂબ પસંદ પડ્યો છે. ફિલ્મની રાહ હવે ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે.
આ પણ વાંચો…સોનાક્ષી સિંહાએ ખોલ્યું સલમાન ખાનના સ્ટારડમનું રહસ્ય: ‘એને ખુદને પણ નથી ખબર કે…’