મનોરંજન

અરબાઝ ખાનના બીજા લગ્ન અંગે સલીમ ખાને હવે કહી મોટી વાત

મુંબઈ: બૉલીવૂડના અભિનેતા અને પ્રોડ્યુસર અરબાઝ ખાન અને મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. 24 ડિસેમ્બરે અરબાઝ ખાને બીજા લગ્ન કરતાં ખાન પરિવાર ફરી એક વખત લાઈમલાઇટમાં આવી ગયો છે.

બૉલીવૂડના ખાન બ્રધર્સની બેન અર્પિતા ખાનના બંગલા પર ધામ ધૂમથી પાર પડ્યા હતા. અરબાઝ ખાનના બીજા લગ્ન કરવાની ચર્ચા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. હવે અરબાઝ ખાનના પિતા સલીમ ખાને અરબાઝ અને શૂરાના લગ્નને લઈને મોટું નિવેદન આપ્યું છે.

સલીમ ખાને કહ્યું હતું કે બીજા લગ્ન કરવા એ કોઈ ગુનો નથી. અરબાઝના લગ્નને લઈને હું ખૂબ જ ખુશ છું અને મે તેઓ બંનેને આશીર્વાદ પણ આપ્યા છે. મને લાગે છે કે અરબાઝના લગ્ન પર ચર્ચા કરવાની પણ કોઈ જરૂર નથી.

અરબાઝ પોતાના નિર્ણયો પોતે લે છે અને પોતે પણ ખુશ છે, તેથી આ મુદ્દે ચર્ચા કરવાની રહેતી નથી. અરબાઝે મને તેના લગ્ન વિશે જણાવ્યું હતું, જે મને યોગ્ય હતું. તમારી જાણ ખાતર જણાવીએ કે અરબાઝ ખાનના આ બીજા લગ્ન છે.

આ અગાઉ અરબાઝે અભિનેત્રી મલાઇકા અરોરા સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના થોડા વર્ષ પછી તેઓ અલગ થયા હતા. અરબાઝ અને મલાઇકાને એક દીકરો છે. જેનું નામ અરહાન ખાન છે.

અરબાઝ અને શૂરાના લગ્નના અનેક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે, જેમાં અરબાઝ અને શૂરાના લગ્નમાં અરબાઝની એક્સ વાઇફ મલાઇકા અને દીકરા અરહાન પણ હાજર રહ્યો હતો. લગ્નના એક વીડિયોમાં અરહાન ગિટાર વગાડીને અરહાને લોકોનું દિલ જીતી લીધું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા