મનોરંજન

‘સાલાર: પાર્ટ-1 સીઝફાયર’નું ટ્રેલર થયું રિલીઝ, શાહરૂખની ‘ડંકી’ સામે લેશે ટક્કર

સાઉથના લોકપ્રિય અભિનેતા પ્રભાસની આગામી ફિલ્મ ‘સાલાર: પાર્ટ-1 સીઝફાયર’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર આ ટ્રેલરને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ શાહરૂખ ખાનની ‘ડંકી’ સામે ટક્કર લેવાની છે. એટલે કે બંને ધુરંધર કલાકારોની ફિલ્મો એક જ દિવસે 22 ડિસેમ્બરે રિલીઝ થશે.

લાંબા સમય બાદ પ્રેક્ષકોની આતુરતાનો અંત આવ્યો છે અને ‘સાલારઃ પાર્ટ 1 સીઝફાયર’નું ટ્રેલર આખરે રીલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલરમાં પ્રભાસના એક્શન સીન્સ જોશ જન્માવે એવા છે. ટ્રેલર પરથી કહી શકાય છે કે એક્શન મૂવીઝના રસિયાઓને આ ફિલ્મ નિરાશ નહિ કરે. 3 મિનિટ 47 સેકન્ડ લાંબા ટ્રેલરમાં પ્રભાસનું દમદાર એક્શન દરેકના દિલ જીતી લેશે. બાહુબલી બાદ પ્રભાસ લાંબા સમયથી એક હિટ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે, ત્યારે ‘સાલાર’ તેમની આ ઇચ્છા પૂરી કરે તેવી ઘણી અપેક્ષાઓ છે.

આ ફિલ્મના દિગ્દર્શક પ્રશાંત નીલે જણાવ્યું હતું કે ‘સાલાર’ બનાવવાનો વિચાર તેમના મનમાં 15 વર્ષ પહેલા આવ્યો હતો. પરંતુ બેક-ટુ-બેક પ્રોજેક્ટમાં તેઓ એટલા વ્યસ્ત હતા કે સાલાર પર કામ જ ન થઇ શક્યું. “અમે પહેલા KGF બનાવવાનું શરૂ કર્યું અને તેનો બીજો ભાગ રિલીઝ થયો ત્યાં સુધીમાં તો 8 વર્ષ વીતી ગયા હતા.

જો કે આ ફિલ્મ બનાવવાનો વિચાર મારા મગજમાં પહેલેથી જ હતો અને કોવિડ દરમિયાન, જ્યારે KGF 2 રિલીઝ થઈ ન હતી, ત્યારે અમારી પાસે ઘણો સમય હતો કારણ કે અમે બધા ઘરે બેઠા હતા. તો આ સમય દરમિયાન મેં સાલાર પર થોડું કામ કર્યું.” પ્રશાંતે જણાવ્યું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
AUS vs NZ TEST: કેન વિલિયમ્સને 14 વર્ષની કારકિર્દીમાં પહેલી વખત કરી મોટી ભૂલ પઢાઈમાં Zero કમાણીમાં No 1, જાણી લો બોલીવૂડના સુપરસ્ટાર્સ WPL : RCBની કૅપ્ટન સ્મૃતિ મંધાનાને ધમાકેદાર પ્રથમ ફિફ્ટી ન ફળ્યાં મોબાઈલ ફોન ગુમ થઈ ગયો છે? No problem સ્વીચ ઓફ મોબાઇલ પણ ટ્રેક કરી શકાશે.