હેરાફેરી ફરી વિવાદમાંઃ પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાએ ઠોક્યો 25 કરોડનો કેસ

થોડા સમય પહેલા જ હેરાફેરી-3 મામલેભારેવિવાદ સર્જાયો હતો અને અભિનેતા પરેશ રાવલ અને અક્ષય કુમાર આમને સામને આવી ગયા હતા. જોકે ત્યારબાદ બન્ને વચ્ચે સમાધાન સધાતા મામલો થાળે પડયો ત્યાં ફરી આ ફિલ્મ વિવાદોમાં આવી છે. જોકે હાલમાં ફિલ્મના પ્રોડ્યુસરે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર દાવો ઠોક્યો છે. નેટફ્લિક્સ પર આવતા કપિલ શર્મા શૉમાં કોમેડિયન કીકૂ શારદાએ હેરાફેરીથી આઈકોનિક બની ગયેલા બાબુરાવ ગણપતરાવ આપ્ટેની મિમિક્રી કરી હતી. તેમની આ વાતથી નારાજ પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલાએ 25 કરોડનો દાવો ઠોક્યો છે અને માફી પણ માગવા કહ્યું છે.
અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ જૉલી એલએલબી-3ના પ્રમોશન માટે કપિલ શર્મા શૉમાં આવેલા હતા. આ સમયે કીકૂએ મિમિક્રી કરી હતી. આ મામલે નડિયાદવાલાએ એક ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે બાબુરાવ માત્ર એક પાત્ર નથી, પણ હેરાફેરીની આત્મા છે. આ પાત્ર અમારી કલ્પનાશક્તિ, વિઝન અને મહેનતથી બન્યું છે. પરેશ રાવલે આ પાત્રને તેમના દિલ અને આત્માથી સજાવ્યું છે. કોઈએ પોતાના વ્યાસાયિક ફાયદા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કલ્ચર સંરક્ષણ માટે હોય છે શોષણ માટે નહીં.

શું આમ થઈ શકે?
કોઈપણ જાણીતા પાત્ર એક કલાકારની મિમિક્રી ખૂબ જ કોમન વાત છે. ઘણીવાર અમુક અભિનેતાઓ પોતાના પાત્રોને આ રીતે રમૂજી બનતા જોઈ નારાજગી વ્યક્ત કરે છે, પરંતુ એકવાર જાહેરમાં ભજવાયેલા પાત્રોની નકલ થતી જ રહેતી હોય છે. ત્યારે ખરેખર તો આ કેસ જાણકારી માટે મહત્વનો બની રહે છે. નડિયાદવાલાની ટીમે દાવો કર્યો છે કે તેમણે નોટિસમાં
નોટિસમાં નેટફ્લિક્સ અને શોના નિર્માતાઓ પર કોપીરાઈટ એક્ટ, ૧૯૫૭ ની કલમ ૫૧ હેઠળ કોપીરાઈટ ઉલ્લંઘન અને ટ્રેડમાર્ક એક્ટની કલમ ૨૯ હેઠળ ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. નડિયાદવાલાની ટીમના જણાવ્યા અનુસાર, બાબુરાવ એ નડિયાદવાલા પરિવારનો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે. ફરિયાદમાં કોપીરાઈટ એક્ટની કલમ ૧૪નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નડિયાદવાલાએ 24 કલાકમાં માફી માગવાની માગણી કરી છે અને સાથે આજે એપિસૉડ ટેલિકાસ્ટ થાય તે પહેલા તમામ સોશિયલ મીડિયા, થર્ડ પાર્ટી ચેનલમાંથી આ બધા જ સેગમેન્ટ ડિલિટ કરી દેવાની માગણી પણ કરી છે. આ સાથે ભવિષ્યમાં પણ આ પ્રકારે પરવાનગી વિના કોઈ જ મિટિરિયલનો ઉપયોગ ન કરવામાં આવે, તેમ જણાવ્યું છે. આ સાથે નોટિસ મળ્યાના બે દિવસમાં 25 કરોડનું વળતર પણ માગ્યું છે અને તે ન સંતોષાય તો સિવિલ અને ક્રિમિનલ કેસ દાખલ કરવાની ધમકી પણ આપી છે.
આ પણ વાંચો…હેરાફેરી-3ઃ ફરી દર્શકોને હસાવવા આવશે બાબુરાવ ગણપતરાવ આપ્ટે?