બોક્સ ઓફિસ પર સૈયારાનો દબદબો યથાવત્, જાણો બીજા અઠવાડિયે કેટલો વકરો કર્યો | મુંબઈ સમાચાર

બોક્સ ઓફિસ પર સૈયારાનો દબદબો યથાવત્, જાણો બીજા અઠવાડિયે કેટલો વકરો કર્યો

મુંબઈ: મોહિત સૂરીની નવી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘સૈયારા’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં ડેબ્યૂ કલાકારો અહાન પાંડે અને અનિતા પડ્ડાની જોડીએ દર્શકોનું દિલ જીતી લીધુ છે. ફિલ્મે માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ ખૂબ લોકપ્રિયતા મેળવી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રિલિઝ થયા પહેલા જ ધૂમ મચાવી હતી. આ ફિલ્મે બંને કલાકારોને રાતોરાત સ્ટાર બનાવી દીધા છે, અને તેનું કલેક્શન 250 કરોડને પાર કરી ગયું છે.

‘સૈયારા’ની બોક્સ ઓફિસ સફળતા

14 જુલાઈ, 2025ના રોજ રિલિઝ થયેલી ‘સૈયારા’એ પોતાની રોમેન્ટિક વાર્તા અને મોહિત સૂરીના ડિરેક્શનથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. આ ફિલ્મે રિલિઝના પહેલા જ દિવસે 21.5 કરોડની કમાણી કરી હતી. જ્યારે ફિલ્મે એક અઠવાડિયામાં લગભગ 172.75 કરોડનો વકરો કર્યો હતો. ફિલ્મના ગીતથી લઈ કલાકાર સુધી સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આ કમાણી અને દર્શકોના પ્રમેથી આ ફિલ્મ સુપર હિટની કેટગરીમાં સામેલ થઈ ગઈ છે. અહાન અને અનિતાની અભિનય કળાએ ફિલ્મની લોકપ્રિયતામાં મોટો ફાળો આપ્યો છે.

દસમા દિવસનું કલેક્શન

ઉલ્લેખનીય છે કે રિલિઝ સાથે જ ‘સૈયારા’એ બોક્સ ઓફિસ કલેક્શન દરરોજ નવા રેકોર્ડ બનાવ્યા છે. ફિલ્મે આઠમા દિવસે 18 કરોડ અને નવમા દિવસે 26.5 કરોડ રૂપિયાની કમાણી કરી. ટ્રેન્ડના આધારે, દસમા દિવસે ફિલ્મે અંદાજે 23.47 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું, જેના કારણે તેનું કુલ કલેક્શન 240.72 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ફિલ્મ ટૂંક સમયમાં 300 કરોડનો આંકડો પાર કરશે, જે તેને ટૂંક સમયમાં બ્લોક બસ્ટર મૂવીની કેરેગરીમાં સામેલ થઈ જશે.

આપણ વાંચો:  Happy Birthday: સંતાન પેદા ન કરવાનો નિર્ણય કરનારી અભિનેત્રી ગુજરાતના 160 બાળકોની મા છે

ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ બન્ને નિવોદીત કલાકાર અહાન પાંડે અને અનીત પડ્ડા છે. બન્નએ યુવાનોમાં જબરું આકર્ષણ જણાવ્યું છે. આ સાથે ફિલ્મનું સંગીત ખૂબ જ પોપ્યુલર થયું છે. ઘણા લાંબા સમયથી લવસ્ટોરી થિયેટરોમાં જોવા ન મળી હોવાથી યુવાનોને આ ફિલ્મ ઘણી ગમી છે. જોકે ફિલ્મ તેના માર્કેટિંગ સ્ટંટને લીધે ટ્રોલ પણ થઈ છે. અહેવાલો પ્રમાણે થિયેટરોમાં યુવકો રડતા ને બેભાન થતાં જોવા મળ્યા છે. જેને પબ્લિસિટી માટે બનાવવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે ટ્રોલ થવા સાથે પણ આ ફિલ્મે મેક્રસ ખીસ્સા છલકાવી દીધા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button