સૈયારાએ બોલીવૂડના ખેરખાંઓની ફિલ્મોને પછાડીઃ આઠ દિવસમાં છાપી નાખ્યા આટલા કરોડ...

સૈયારાએ બોલીવૂડના ખેરખાંઓની ફિલ્મોને પછાડીઃ આઠ દિવસમાં છાપી નાખ્યા આટલા કરોડ…

મુંબઈઃ બોક્સ ઓફિસ પર અત્યારે સૈયારા ફિલ્મ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે બીજા અઠવાડિયામાં પ્રવેશ કર્યો છે. મહત્વની વાત એ છે કે, થિયેટરમાં બે અઠવાડિયા મોટા ભાગના દરેક શો હાઉસફુલ ગયા છે. આ ફિલ્મ નવયુવાનને વધારે આકર્ષિત કરી રહી છે. અહાન પાંડેએ પોતાની પહેલી ફિલ્મ ‘સૈયારા’થી જ વર્ષોનો રેકોર્ડ તોડી દીધો છે. આ ફિલ્મ હવે 200 કરોડના ક્લબમાં સામેલ થવા જઈ રહી છે. આઠમા દિવસે 17.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

સૈયારાએ ‘સિતારે જમીન પર’ અને ‘રેડ 2’ને બોક્સ ઓફિસ પર પછાડી
બોલીવૂડના દિગ્ગજ અભિનેતાઓ જેવા કે અજય દેવગણ અને આમિર ખાનની ફિલ્મોને ‘સૈયારા’એ જોરદાર ટક્કર આપી છે. આમિર ખાનની ‘સિતારે જમીન પર’ ફિલ્મે 164.74 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે અજય દેવગણની ‘રેડ 2’એ 173 કરોડની કમાણી કરી હતી. આ બન્ને ફિલ્મને ‘સૈયારા’એ બોક્સ ઓફિસ પર પછાડી દીધી છે. એટલું જ નહીં પરંતુ મલ્ટીસ્ટારર ફિલ્મ ‘હાઉસફુલ 5’ને પણ આ ફિલ્મે કમાણીમાં પાછળ છોડી દીધી છે.

દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મોએ ‘સૈયારા’ સામે પાણી ભર્યું
બોલીવૂડની સફળ ફિલ્મો જેમાં રણવીર સિંહ, દીપિકા અને પ્રિયંકા ચોપડાની ‘બાજીરાવ મસ્તાની’, શાહરૂખ ખાનની ‘રઈસ’ અને રિતિક રોશનની ‘બેંગ બેંગ’ નું નામ આવે છે. આ દરેક ફિલ્મોને ‘સૈયારા’એ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરીને માત આપી દીધી છે. ‘બાજીરાવ મસ્તાની’ એ 184 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘રઈસ’ એ 164 કરોડ રૂપિયા4 અને ‘બેંગ બેંગ’એ 174 કરોડનો વેપાર કર્યો હતો. જ્યારે ‘સૈયારા’ ફિલ્મની કમાણીના આંકડા આ દરેક ફિલ્મ કરતા વધારે છે.

yeh jawaani hai deewani

‘સૈયારા’ એ માત્ર 8 દિવસમાં જ 190.25 કરોડ છાપી લીધા
રણવીર કપૂર અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મને પણ કમાણી મામલે ‘સૈયારા’એ પાછળ છોડી દીધી છે. ‘સૈયારા’ ફિલ્મે માત્ર આઠ દિવસમાં જ ‘યે જવાની હૈ દીવાની’, ‘રેડ 2’, ‘સિતારે જમીન પર’ અને અન્ય ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ‘સૈયારા’ ફિલ્મે કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા 2’ ફિલ્મને પણ બોક્સ ઓફિસ પર માત આપી છે. ‘ભૂલ ભુલૈયા 2’ ફિલ્મની કુલ કમાણી 184 કરોડની કમાણી કરી હતી. જ્યારે આ ફિલ્મે માત્ર 8 દિવસમાં જ 190.25 કરોડની કમાણી કરી લીધી છે. હજી પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button