રિલિઝ પહેલા જ બોક્સ ઓફિસ સૈયારાનો દબદબો, જાણો એડવાન્સ બુકિંગના આંકડા | મુંબઈ સમાચાર
મનોરંજન

રિલિઝ પહેલા જ બોક્સ ઓફિસ સૈયારાનો દબદબો, જાણો એડવાન્સ બુકિંગના આંકડા

મુંબઈ: અહાન પાંડે અને અનીત પડ્ડાની ડેબ્યૂ ફિલ્મ સૈયારા રિલિઝ થયા પહેલા જોરદાર પ્રદર્શન કરી રહી છે. મોહિત સૂરીની મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ સૈયારા એવી ફિલ્મ બની શકે છે જે ઓપનિંગમાં ડબલ ડિજિટને પાર કરે. યશ રાજ ફિલ્મ્સની આ ફિલ્મની એડવાન્સ બુકિંગે ફિલ્મની સફળતાનો અંદેશ આપે છે.

અહેવાલ મુજબ, ‘સૈયારા’એ શુક્રવારના ઓપનિંગ ડે માટે 4.41 કરોડ રૂપિયાનું એડવાન્સ બુકિંગ કર્યું છે, જેમાં 1.8 કરોડનું બ્લોક બુકિંગ સામેલ છે. અત્યાર સુધી 50,000થી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે. 1,50,000 ટિકિટો પાર એડવાન્સ બુકિંગ કરે તેવી શક્યતા છે. ઓન-ધ-સ્પોટ બુકિંગ સાથે, ફિલ્મ ડબલ ડિજિટ ઓપનિંગ નોંધાવી શકે છે.

આ પણ વાંચો: સૈયારાના ડિરેક્ટર મોહિતી સૂરીએ કેમ યાદ કરી મહેશ ભટ્ટની આશિકીને

મોહિત સૂરીની અગાઉની ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ (2022)એ 7.05 કરોડની ઓપનિંગ કરી હતી, જેમાં જોન અબ્રાહમ અને અર્જુન કપૂર જેવા મોટા નામો હતા. 2020ની ‘મલંગ’એ 6.71 કરોડની શરૂઆત કરી, જેમાં આદિત્ય રોય કપૂર અને દિશા પટણી હતી. સૂરીની છેલ્લી ડબલ ડિજિટની ઓપનિંગ 2017ની ‘હાફ ગર્લફ્રેન્ડ’એ 10.3 કરોડ સાથે કરી હતી. ‘સૈયારા’નંં આ પ્રદર્શન નવા કલાકારો માટે નોંધપાત્ર છે.

‘સૈયારા’નું મ્યુઝિક અને રોમેન્ટિક થીમ યુવા દર્શકોમાં લોકપ્રિય થઈ રહ્યું છે. ફિલ્મની એડવાન્સ બુકિંગ અને સકારાત્મક વર્ડ-ઓફ-માઉથ તેને બોક્સ ઓફિસ પર મજબૂત શરૂઆત આપી શકે છે. ડેબ્યૂ કલાકાર અહાન પાંડે અને અનીત પડ્ડાની જોડી દર્શકોનું દિલ જીતવા તૈયાર છે, જે મોહિત સૂરીની રોમેન્ટિક ફિલ્મોની શૈલીને નવો રંગ આપશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button