Saif Ali Khanની સુરક્ષા હવે આ એક્ટરની છે જવાબદારી, બાંદ્રાના ઘરની બહાર થયો સ્પોટ…
મુંબઈઃ સૈફ અલી ખાન આજે છ દિવસ બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે પહોંચ્યો છે. 16મી જાન્યુઆરીના સૈફ અલી ખાન પર તેના ઘરે જ અજાણ્યા વ્યક્તિએ ઘૂસીને ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો. ત્યાર બાદથી એક્ટરની સિક્યોરિટી સામે સવાલો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા.
હવે સૈફ અલી ખાનની સિક્યોરિટીને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી હવે ટીવી-ફિલ્મ એક્ટર રોનિત રોયના માથે છે. ચાલો જાણીએ આખી ઈનસાઈડ સ્ટોરી-
વાત જાણે એમ છે કે એક્ટર રોનિત રોય એક્ટિંગની સાથે સાથે એક સિક્યોરિટી એજન્સી પણ ચલાવે છે અને આ સિક્યોરિટી એજન્સીને સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.
આપણ વાંચો: આજે કે કાલે સૈફ અલી ખાન ભલે ઘરે આવી જાય, પણ ડૉક્ટરની આ સલાહ તેણે માનવી પડશે
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર સૈફ અલી ખાન અને તેના પરિવારની સિક્યોરિટી માટે રોનિત રોયની કંપનીમાંથી જ એક ટીમ હાયર કરવામાં આવી છે. સૈફ પર થયેલા હુમલા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.
છ દિવસ બાદ સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને બાંદ્રના ટર્નર રોડ ખાતે આવેલા ફોર્ચ્યુન હાઈટ્સ નામના એપાર્ટમેન્ટ પહોંચ્યો છે. હવે એક્ટર અહીં જ રહેશે. હુમલા પહેલાં સૈફ અહીં જ રહેતો હતો અને આ બધા વચ્ચે રોનિત રોય પણ પોતાની ટીમ સાથે સૈફના ઘરે પહોંચ્યો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે રોનિત રોય પોલીસ અને સુરક્ષાકર્મચારીઓ સાથે વાત કરતાં જોવા મળી રહ્યા છે. રોનિત રોયની સિક્યોરિટી એજન્સી સૈફ અલી ખાનની સિક્યોરિટીનું કામ સંભાળશે.
આપણ વાંચો: સૈફ અલી ખાન પર હુમલો કરનાર બાંગ્લાદેશથી કોલકાતા આવ્યો હતો: અજિત પવાર
અત્રે ઉલ્લેખનીય છે કે રોનિત રોય ટીવી સિરીયલ કે. ડી પાઠકનો રોલ કરીને લોકપ્રિય થયો હતો અને ત્યાર બાદ તેણે અનેક ટીવી સિરીયલ અને ફિલ્મોમાં પણ નાના-મોટા રોલ કર્યા છે. એક્ટિંગની સાથે સાથે રોનિત રોય એક સિક્યોરિટી એજન્સી પણ ચલાવે છે. મહામારી કોરોના સમયે પણ સ્ટાફના પગાર ચૂકવવા માટે એક્ટરે પોતાની કાર વેંચી દીધી હતી.
સૈફ અલી ખાનને આજે રજા આપી દેવામાં આવી છે, પરંતુ ડોક્ટરોએ તેને એક મહિનાનો બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે. એક મહિના સુધી સૈફ અલી ખાન જીમ, શૂટિંગ કે કોઈ પણ ભારે કામ નહીં કરી શકે, એવી માહિતી પણ ડોક્ટરો દ્વારા આપવામાં આવી છે.