સૈફ અલી ખાનને સુપ્રીમ કોર્ટે આપી રાહત: મધ્ય પ્રદેશ હાઇ કોર્ટના આદેશ પર લગાવી રોક | મુંબઈ સમાચાર

સૈફ અલી ખાનને સુપ્રીમ કોર્ટે આપી રાહત: મધ્ય પ્રદેશ હાઇ કોર્ટના આદેશ પર લગાવી રોક

નવી દિલ્હી: અભિનેતા સૈફ અલી ખાન આઝાદી પૂર્વેના પટોડી સ્ટેટના નવાબના વારસદાર છે. તેમને પિતા મન્સૂર અલી ખાન પટોડી પાસેથી વારસામાં નવાબની ઉપાધી સાથોસાથ 15,000 કરોડની પૈતૃક સંપત્તિ પણ મળી છે, પરંતુ આ પૈતૃક સંપત્તિને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેને લઈને સુપ્રીમ કોર્ટે સૈફ અલી ખાન માટે રાહતનો નિર્ણય આપ્યો છે.

મધ્ય પ્રદેશ હાઈ કોર્ટનો આદેશ સ્થગિત

14 ફેબ્રુઆરી 2000ના રોજ મધ્ય પ્રદેશની ટ્રાયલ કોર્ટે પટૌડીના નવાબ હમીદુલ્લાબ ખાનની દીકરી સાજિદા સુલ્તાન અને તેના દીકરી મન્સૂર અલી ખાનના વારસદારોને તેમની સંપત્તિ પર વિશેષ અધિકાર કાયમ રાખવાનો આદેશ આપ્યો હતો.

આપણ વાંચો: થિયેટરોમાં ટકરાશે અક્ષય કુમાર અને સૈફ અલી ખાનઃ જાણો કઈ ફિલ્મ થઈ રહી છે રિ-રિલિઝ

30 જૂન 2025ના રોજ મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે ટ્રાયલ કોર્ટના 25 વર્ષ જૂના આદેશને રદ્ કર્યો હતો અને આ અંગે નવેસરથી નિર્ણય માટે 25 વર્ષ જૂના ચુકાદાને ટ્રાયલ કોર્ટમાં પાછો મોકલવાં આવ્યો હતો. જેને લઈને સૈફ અલી ખાને મધ્ય પ્રદેશ હાઈ કોર્ટના આદેશને પડકારવા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

સુપ્રીમ કોર્ટે સૈફ અલી ખાનને અરજીને લઈને આજે સુનાવણી કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ હાઈ કોર્ટના આદેશને વચગાળા માટે સ્થગિત કરી દીધો છે. જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ અતુલ ચંદુરકરની ખંડપીઠે નવાબના મોટા ભાઈના વારસદારો, ઉમર અને રાશિદ અલીની અરજી પર નોટિસ જાહેર કરી છે. જેમાં 30 જૂન 2025ના રોજ મધ્ય પ્રદેશ હાઈ કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો.

આપણ વાંચો: દાઝ્યા પર ડામ જેવું થયું સૈફ અલી ખાનને, સરકારે…..

મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ સંપત્તિ વહેચાઈ નથી

ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરી 2000ના ટ્રાયલ કોર્ટે કરેલા આદેશ અનુસાર સૈફ અલી ખાન, શર્મિલા ટાગોર, સોહા અલી ખાન અને સબા અલી ખાન નવાબની પૈતૃક સંપત્તિના સાચા વારસદાર છે, પરંતુ દિવંગત નવાબ હમીદુલ્લા ખાનના અન્ય વંશજોએ આ આદેશને પડકાર્યો હતો.

તેમણે આ સંપત્તિને મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ વહેંચવામાં આવે એવું કહ્યું હતું. જો આવું થાય તો સૈફ અલી ખાનને પૈતૃક સંપત્તિમાંથી ઘણો મોટો ભાગ ગુમાવવાની નોબત આવી શકે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button