આમચી મુંબઈમનોરંજન

હુમલાખોર સૈફના ઘરમાં ચોરી માટે નહોતો આવ્યો, પણ તેના નાના દીકરા જેહને…

મુંબઇઃ ત્રણ દિવસ પહેલા બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘુસીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સૈફ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. એમ જાણવા મળી રહ્યું છે કે આરોપીઓએ સૈફના ઘરની રેકી કરી હતી. ત્રણ દિવસ બાદ હુમલાખોર પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. આરોપીની કબુલાતમાંથી અનેક ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે.

આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે બાંદ્રામાં રહેતી અનેક સેલિબ્રિટીના ઘરની રેકી કરી છે અને તેમના ઘરે ખાતર પાડી ચૂક્યો છે. તેણે અભિનેતા શાહરૂખ ખાન, સલમાન ખાન, સૈફ અલી ખાન સહિત અનેક ઘરોની રેકી કરી હતી. બાંદ્રાથી રિક્ષામાં મુસાફરી કરતી વખતે આરોપીને રિક્શાચાલક પાસેથી સેલિબ્રિટીઓના ઘરની માહિતી મળી હતી. તેને સૈફના ઘરમાં ખાતર પાડવાનું વધારે અનુકૂળ લાગ્યું , તેથી તે સૈફના ઘરમાં ઘુસ્યો.

એક મીડિયા અહેવાલ અનુસાર આરોપીનો ઇરાદો સૈફના નાના દીકરા જહાંગીર ઉર્ફે જેહને બંધક બનાવી પૈસાની માગણી કરવાનો હતો અને તે જેહને બંધક બનાવવા જ જઇ રહ્યો હતો, પણ તે વખતે ઘરમાં બધા જાગી ગયા અને સૈફ પણ રૂમમાં આવી ગયો એટલે આરોપીએ ચાકુ કાઢીને તેમને ડરાવવાનું શરૂ કર્યું. આરોપીએ સૈફ પર ઉપરાઉપરી વાર કરી તેને ઘાયલ કર્યો અને ત્યાંથી પલાયન થઇ ગયો હતો. આરોપીએ એમ પણ જણાવ્યું હતું કે તે બાંગ્લાદેશ પાછો ફરવા માંગતો હતો, જેની માટે તેને નકલી પાસપોર્ટ જોઇતો હતો. એની માટે પૈસાની વ્યવસ્થા કરતો હતો.

આ પણ વાંચો…સૈફના નહીં પણ બાંગ્લાદેશી હુમલાખોરનો કેસ લડવા બે વકીલો વચ્ચે ઝપાઝપી બોલો

હુમલા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો.તે ક્યાંક રસ્તા પર જ સૂઇ ગયો હતો. જાગ્યા બાદ તેણે કપડાં બદલ્યા અને ચાલીને રેલવે સ્ટેશન પહોંચ્યો અને દાદર ગયો હતો. તે કામની શોધમાં હતો. દાદર એક વ્યક્તિને મળ્યા બાદ તે થાણે જવા રવાના થયો હતો. બાંગ્લાદેશ ભાગી જવા નકલી પાસપોર્ટ બનાવવા તે પૈસાની વ્યવસ્થા કરી રહ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button