આ ખાસ વ્યક્તિને મળવાની ઈચ્છા વ્યક્ત કરતાં Saif Ali Khanએ ફેન્સને કહ્યું…
મુંબઈઃ બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan) ગઈકાલે જ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈને ઘરે પાછો ફર્યો છે. પત્ની કરિના કપૂર-ખાન (Kareena Kapoor-Khan)એ સૈફ અલી ખાનનું ગ્રાન્ડ વેલકમ કર્યું છે. સૈફને સ્વસ્થ જોઈને ફેન્સે પણ નિરાંતનો શ્વાસ લીધો હતો, પરંતુ ઘરે આવતા જ સૈફે એક ખાસ વ્યક્તિને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આવો જોઈએ કોણ છે આ ખાસ વ્યક્તિ-
કોણ છે એલિયામ્મા ફિલિપ?
સૂત્રોના જણાવ્યા અનુસાર સૈફ અલી ખાને તેમના ઘરે કામ કરતી મહિલા સ્ટાફ એલિયામ્મા ફિલિપને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સૈફ એલિયામ્મા ફિલિપનો આભાર માનવા માંગે છે અને તેમણે દેખાડેલી બહાદુરી માટે તેમનું સન્માન કરવા માંગે છે. વાત જાણે એમ છે કે જ્યારે હુમલાખોર સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો હતો એ સમયે તેઓ જ સૈફની સિક્યોરિટી માટે બંનેની વચ્ચે દિવાલની જેમ ઊભા રહ્યા હતા. એવું કહેવાય છે તે એલિયામા પણ સૈફને બચાવવા જતા ઘાયલ થઈ ગયા હતા. કરિનાએ તેમની સારવાર કરાવી હતી અને હાલમાં તેઓ આરામ કરી રહ્યા છે અને રજા પર છે.
બહેન સબાએ પણ માન્યો આભાર…
સૈફ અલી ખાન જ નહીં પણ સબા પટૌડીએ એલિયામ્મા ફિલિપ અને અન્ય સ્ટાફ મેમ્બરનો આભાર માન્યો હતો. તેમણે બંનેના ફોટો શેર કરતાં લખ્યું હતું કે રિયલ હીરો જેણે એ સમયે મદદ કરી જ્યારે સૌથી વધુ જરૂર હતી. તમારી સાથે હું એ લોકોનો પણ આભાર માનવા માંગુ છું જેમણે મારા ભાઈ અને સૈફને સુરક્ષિત રાખવા માટે પ્રાર્થના કરી હતી.
સૈફે તો કહ્યું હું ઠીક છું, પણ…
પાંચ દિવસ બાદ ગઈકાલે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈને જ્યારે સૈફ અલી ખાન ડેશિંગ લૂકમાં ઘરે પાછો ફર્યો હતો. તેણે હોસ્પિટલની બહાર પેપ્ઝને ખૂબ જ સારી રીતે ગ્રીટ કર્યા હતા અને એકદમ ટશનમાં ચાલતો જોવા મળ્યો હતો. સૈફ ફેન્સને ગ્રીટ કરતાં કહ્યું હતું કે હું હવે ઠીક છું. જોકે, સૈફના ગરદન અને પીઠ લાગેલી બેન્ડેજ વીડિયોમાં જોવા મળી રહી હતી.
આ પણ વાંચો : દાઝ્યા પર ડામ જેવું થયું સૈફ અલી ખાનને, સરકારે…..
રિક્ષા ડ્રાઈવરના ખભા પર હાથ મૂકી પડાવ્યો ફોટો
સૈફ પર હુમલો થયો એ રાતે તેને હોસ્પિટલ લઈ જનારા રિક્ષા ડ્રાઈવર ભજનસિંહને એક સંસ્થા દ્વારા તેની બહદૂરી માટે 11,000 રૂપિયાનો ચેક ઈનામ તરીકે આપવામાં આવ્યો હતો. દરમિયાન સૈફ અલી ખાને પણ ભજનસિંહના ખભા પર હાથ મૂકીને તેની સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો અને તે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.