આજે કે કાલે સૈફ અલી ખાન ભલે ઘરે આવી જાય, પણ ડૉક્ટરની આ સલાહ તેણે માનવી પડશે

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન (saif ali khan)16 જાન્યુઆરીથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમીટ છે. ડૉક્ટરોએ જણાવ્યું કે સૈફની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ તેને લાંબા સમય સુધી બેડ રેસ્ટ કરવો પડશે. તેની ડિસ્ચાર્જની તારીખ 21 જાન્યુઆરી છે પરંતુ તે 20 જાન્યુઆરીએ પોતાના ઘરે જઈ શકે તેવી સંભાવના છે. ન્યુરોસર્જનએ કહ્યું કે તે સારું રિકવર કરી રહ્યો છે અને ડિસ્ચાર્જ પહેલાં તેની હોમ કેર માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. ડૉક્ટરોએ અભિનેતાને વધુ હરવા ફરવાની ના પાડી છે.
સૈફ અલી ખાનની માતા શર્મિલા ટાગોર તેને મળવા રોજ હૉસ્પિટલે આવે છે. તેમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાય રહી છે. બીજી બાજુ કરિના કપૂર પણ બન્ને નાના દીકરાને લઈ હૉસ્પિટલ આવતી રહે છે. મોટા સંતાનો સારા અને ઈબ્રાહીમ પણ પિતાને રોજ મળવા આવે છે.
આ પણ વાંચો : સૈફ અલી ખાન પર હુમલો કરનાર બાંગ્લાદેશથી કોલકાતા આવ્યો હતો: અજિત પવાર
સૈફએ સર્જરી બાદ તરત જ ડોક્ટરોને પૂછ્યું હતું કે હું કામ પર ક્યારે પાછો ફરીશ, પરંતુ હાલમાં જણાઈ રહ્યું છે કે તેને ફરી કામે ચડતા સમય લાગશે.
દરમિયાન તેના હુમલાખોરની પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે અને રોજ નવી નવી માહિતી બહાર આવે છે.