તો શું સૈફ અલી ખાનના ઘરમાં જ છુપાયો હતો ચોર!
મુંબઇઃ સૈફ અલી ખાનના ઘરની અંદર ચોર કેવી રીતે ઘુસ્યો એ વાત પોલીસને તેમજ કોઈને સમજમાં નથી આવી રહી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ સીસીટીવી ચેક કરી રહી છે. સીસીટીવી ફૂટેજમાંથી પોલીસને જાણવા મળ્યું છે કે અડધી રાત બાદ સૈફના બિલ્ડિંગમાં કોઈની પણ એન્ટ્રી થઈ નથી. તેથી હવે એમ માનવામાં આવે છે કે આ ઘટનાને અંજામ આપનારો વ્યક્તિ કે ચોર પહેલેથી જ સૈફ અલી ખાનના ઘરમાં છુપાયો હતો. અત્યાર સુધી એમ કહેવાતું હતું કે આરોપી ચોરીના ઇરાદે જ સૈફના ઘરમાં આવ્યો હતો અને સેફની સાથે તેની ઝપાઝપી થઈ. ચોરના ચાકુના હુમલાથી સૈફ ઘાયલ થયો અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. હોસ્પિટલમાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે
સૈફ અલી ખાન પર રાત્રે 2:30 વાગ્યાની આસપાસ હુમલો થયો હતો. પોલીસે જણાવ્યું છે કે સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું છે કે રાત પછી સૈફની ઇમારતમાં કોઇ પ્રવેશ્યું જ નથી. તેથી પોલીસ એવું અનુમાન લગાવી રહી છે કે હુમલાખોર પહેલેથી જ તેમના ઘરમાં છુપાયેલો હતો અને ત્યારે મોડી રાત્રે તેણે છુપાયેલી જગ્યાએથી બહાર નીકળી આ ઘટનાને અંજામ આપ્યો હતો.
પોલીસના અગાઉના નિવેદન અનુસાર મોડી રાત્રે એક અજાણી વ્યક્તિ (ચોર) અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘુસી હતી. તેની સાથે સૈફની ઝપાઝપી થઈ. આ દરમિયાન ચોરે ચાકુ વડે સૈફ પર હુમલો કર્યો. ત્યારબાદ સૈફને ઘાયલ અવસ્થામાં લીલાવતી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. ત્યાં તેમને સારવાર ચાલી રહી છે. આ હુમલાખોર કયા ઈરાદાથી સૈફના ઘરમાં ઘૂસ્યો હતો તેની હજી સુધી પુષ્ટિ થઈ નથી.
આ પણ વાંચો : અભિનેતા સૈફ અલી ખાન પર થયો ચાકુથી હુમલો, હૉસ્પિટલમાં ભરતી
મુંબઈ પોલીસ સ્નીફર ડોગ સાથે આસપાસની ઇમારતો અને વિસ્તારની તપાસ કરી રહી છે. સૈફના ઘરે કામ કરનારા નોકરોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. એમ જાણવા મળ્યું છે કે ઘટના સમયે સહિતની પત્ની કરીના કપૂર ઘરે નહોતી. તે સોનમ કપૂર અને રિયા કપૂર સાથે પાર્ટી કરી રહી હતી. instagram પર કરીનાનો એક સ્ક્રીનશોટ પણ વાયરલ થઈ રહ્યો છે. લીલાવતી હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યા મુજબ સૈફનું ઓપરેશન સવારે સાડા પાંચ વાગે શરૂ કરવામાં આવ્યું હતું જે અઢી કલાક ચાલ્યું હતું. તેના શરીરમાંથી ચાકુનો એક ટુકડો પણ મળી આવ્યો હતો. તેને ઘણી ઇજાઓ થઈ છે પરંતુ તેની હાલત સ્થિર છે. સૈફ અને કરીના તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં તેના સુરક્ષિત હોવાના સમાચાર જાણવા મળ્યા છે. સૈફની સારવાર ચાલુ છે અને પોલીસ તપાસ પણ ચાલુ છે. સૈફ-કરિનાએ રેગ્યુલર રીતે મીડિયાને અપડેટ આપવાનું વચન આપ્યું છે