સેના વિશેની ટિપ્પણીથી Sai Pallavi ઘેરાઈ વિવાદમાં: સોશિયલ મીડિયામાં થઈ રહી છે ટ્રોલ | મુંબઈ સમાચાર

સેના વિશેની ટિપ્પણીથી Sai Pallavi ઘેરાઈ વિવાદમાં: સોશિયલ મીડિયામાં થઈ રહી છે ટ્રોલ

સાઈ પલ્લવી નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે, જેમાં તે માતા સીતાના રોલમાં જોવ મળવાની છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે તેની ફિલ્મને કારણે નહીં પરંતુ તેના એક નિવેદનના કારણે હેડલાઈન્સમાં છે. તેનો એક જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય સેના પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ હવે સોશિયલ મીડિયા પર અભિનેત્રીનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. બોયકોટ સાઈ પલ્લવી X પર ટ્રેન્ડ થઈ રહ્યું છે.

શું કહી રહી છે અભિનેત્રી:
સાઈ પલ્લવીએ એવું તે શું નિવેદન આપ્યું હતું કે જેનાથી લોકોમાં આટલો રોષ વ્યાપ્યો છે? અને તેઓ સાઈ પલ્લવીનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. વર્ષ 2023 માં પલ્લવીએ આપેલા એક ઇંટરવ્યૂની ક્લિપ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહી છે અને તેને લઈને આ વિવાદ શરૂ થયો છે. જેમાં અભિનેત્રી દ્વારા અપવામાં આવેલા નિવેદનનો સારાંશ એ હતો કે તેઓ હિંસાના મુદ્દાને સમજવામાં નિષ્ફળ ગયા છીએ. ઉદાહરણ તરીકે તેમણે જે કહ્યું. જે મુદ્દે લોકો અભિનેત્રી પર રોષ ઠાલવી રહ્યા છે. વાયરલ વીડિયોમાં તે કહી રહ્યા છે કે ‘પાકિસ્તાનના લોકો માને છે કે આપણી સેના આતંકવાદી સમૂહ છે, પરંતુ આપણાં માટે તેમની સેના એવી છે. તેથી, દ્રષ્ટિકોણ બદલી જાય છે. હું હિંસાને સમજી શકતી નથી.

ભારતીય સેના પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ સાઈ પલ્લવીએ તાજેતરમાં જ નેશનલ વોર મેમોરિયલની મુલાકાત લીધી હતી. વિવાદોની વચ્ચે અભિનેત્રીએ કરેલી આ પોસ્ટથી હલચલ મચાવી દીધી છે. શેર કરેલી તસવીરમાં તે મેજર મુકુંદ વરદરાજન એસી (પી) અને કોન્સ્ટેબલ વિક્રમ સિંહ એસસી (પી) ને શ્રદ્ધાંજલિ આપતા જોઈ શકાય છે. ફિલ્મ ‘અમરન’ મેજર મુકુંદ વરદરાજનના જીવન પર આધારિત છે. સાઈ પલ્લવી ઉપરાંત, રાજકુમાર પેરિયાસામી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શિવકાર્તિકેયન છે જે મેજર મુકુંદની ભૂમિકામાં જોવા મળશે.

સંબંધિત લેખો

Back to top button