સાંઈ પલ્લવીનું બોલીવૂડમાં ડેબ્યૂ: જુનૈદ ખાન સાથે ફિલ્મ ‘એક દિન’નું શાનદાર ટીઝર રિલીઝ

મુંબઈ: કાજલ અગ્રવાલ, પ્રિયામણી, નયનતારા, તાપસી પન્નુ અને રસ્મિકા મંદાના બાદ હવે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વધુ એક અભિનેત્રી બોલીવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જીહા, હવે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વધુ એક અભિનેત્રી હિન્દી ફિલ્મોમાં જોવા મળશે. જેનું નામ છે સાંઈ પલ્લવી. આમિર ખાનના દીકરા જુનૈદ ખાન સાથે સાંઈ પલ્લવીની નવી ફિલ્મ આગામી સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
‘એક દિન’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ
સાંઈ પલ્લવીની ડેબ્યુ ફિલ્મ ‘એક દિન’નું આજે ટિજર થયું છે. આ ટિજરની શરૂઆત જુનૈદ ખાનના વોઇસઓવરથી થાય છે. જેમાં તેનું પાત્ર સપનાઓ, આશાઓ અને પ્રેમ વિશે વાત કરે છે. ‘તુમ્હારી મુસ્કાન, મીરા મુજે બહુત પસંદ હૈ. મુજે નહીં પતાકી મેં તુમ્હારા દિલ જીત પાઉંગા યા નહીં, લેકિન અગર સપને પહુંચ સે બાહર ન હો તો ક્યા વે સચ મેં સપને હોતે હે?’ જુનૈદ ખાનના આ વોઇસઓવરથી શરૂ થયેલા આ ટિજરમાં સાંઈ પલ્લવીનો રોમેન્ટિક તથા ઘરેલું કામ કરતો અવતાર જોવા મળ્યો છે.
ટિજરમાં સાંઈ પલ્લવીનો સંવાદ પણ જોવા મળ્યો છે. સાંઈ પલ્લવીનું પાત્ર કહે છે કે, ‘ફિલ્મોમાં જેવો જાદુ હોય છે, ફિલ્મોમેં એસા જાદુ હોતા હે, જો અસર જિંદગી મેં નહીં હોતા.’ જેના પ્રત્યુત્તરમાં જુનૈદનું પાત્ર કહે છે કે, ‘જાદુ હોતા હે’ આ વાતચીત સાથે ટિજર પુરૂ થાય છે. ટિઝર જેમ જેમ આગળ વધતું જાય છે, તેમ તેમ સાંઈ પલ્લવી અને જુનૈદ ખાનની લવ કેમેસ્ટ્રી પણ જોવા મળી રહી છે. બરફથી છવાયેલા પહાડોનો નજારો આ ટિઝરને વધુ રોમેન્ટિક અને આહ્લાદક બનાવે છે જેને દર્શકો પસંદ કરી રહ્યા છે. અત્યારસુધી આ ટિજરને 2 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, સવાલો ભરેલા ટિજરને જોઈને ફિલ્મ કેવી હશે તેવી દર્શકોના મનમાં ઉત્કંઠા જાગી છે. ફિલ્મ કેવી હશે તે જાણવા માટે દર્શકોએ 1 મે 2026 સુધી રાહ જોવી પડશે. આ દિવસ સાંઈ પલ્લવીનું બોલીવૂડમાં ભવિષ્ય નક્કી કરશે.



