દેવાનું ટીઝર દમદારઃ શાહિદે એક મિનિટમાં ડાન્સ અને એક્શનથી જમાવ્યો રંગ
હિન્દી સિનેમાજગતનો એક વર્સટાઈલ એક્ટર શાહિદ કપૂર છે અને તેણે આ તેની ઘણી ફિલ્મોમાં સાબિત કર્યું છે. બોલીવૂડમાં એન્ટર થયો ત્યારે રોમાન્ટિક ચોકલેટ બૉય હતો, પણ પછીથી તેણે પોતાની ઈમેજ બદલી એક્શન હીરોની કરી અને બન્નેમાં તે હીટ ગયો.
સારા અભિનેતા સાથે શાહિદ સારો ડાન્સર છે ત્યારે શામકદાવર સ્કૂલનો આ સ્ટૂડન્ટ ફરી પોતાની ડાન્સિંગ અને એક્ટિંગ સ્કીલ બતાવવા આવી રહ્યો છે. શાહિદની ફિલ્મ દેવાનું ટીઝર લૉંચ થયું છે અને એકાદ મિનિટમાં તો શાહિદે ધમાલ કરી નાખી છે.
ટીઝર પરથી દેવા એક એક્શનપેક ફિલ્મ હોય તેમ લાગે છે અને શાહિદ પોલીસની ભૂમિકામાં હોવાનું જમાય છે. રોશન એન્ડ્રસને આ પ્રકારનું ટીઝર બનાવવા માટે પણ દાદ આપવી પડે. કોઈ ડાયલૉગ્સ નથી કે સ્ટોરીનો એક અંશ પણ ખબર પડતી નથી, માત્ર શાહીદના ડાન્સિંગ સ્ટેપ્સ અને એક્શન છે અને બન્ને એટલા દમદાર છે કે ફિલ્મ જોવાની ઈચ્છા થઈ જાય.
31મી જાન્યુઆરીએ રિલિઝ થનારી આ ફિલ્મ તેરી બાતોંમે ઐસા ઉલઝા જીયા બાદ આવેલી ફિલ્મ છે. તેની બાતોંમેમાં શાહિદનો અલજ અવતાર હતો. તેમના ડાન્સર તરીકે તે પાછો જોવા મળ્યો હતો. તે પહેલા કબીર સિંહ, ઉડતા પંજાબ અને બ્લડી ડેડીમાં શાહીદનું અલગ જ રૂપ હતું.
આ પણ વાંચો: શાહિદ કપૂરની ‘દેવા’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ, ડેશિંગ લૂકથી ચાહકોને કર્યાં પ્રભાવિત
તો ટીશર્ટમાં તેણે ક્રિકેટર અને સંવેદનશીલ પિતા તરીકે ખૂબ જ સારું કામ કર્યુહતું. જોકે દેવામાં તેનું અલગ જ રૂપ જોવા મળશે તેમ જણાય છે. સોશિયલ મીડિયા પર નેટીઝન્સ શાહિદનો લૂક અને એનર્જી જોઈ છક્ક થઈ ગયા છે. ફિલ્મને કેવો રિસ્પોન્સ મળશે તે હાલ કહેવું યોગ્ય નથી, પણ આ ટીઝર ફિલ્મ તરફ ખેંચે તેવું ચોક્કસ છે.