મનોરંજન

તારક મહેતા કા ઊલ્ટા ચશ્માની સફળતાનું રહસ્ય શું છે જાણો છો?

ટીવી સિરીયલ તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltaah Chashma)ની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે. 17 વર્ષ બાદ પણ તારક મહેતાની લોકપ્રિયતામાં એક ટકાનો પણ ઘટાડો જોવા મળ્યો નથી. આ સિરિયલે અનેક લોકોના કરિયર ઘડી આપ્યા છે ત્યારે એક વાત સતત લોકોના દિલોદિમાગમાં છવાયેલી છે કે આ સિરિયલની આટલી મોટી સફળતાનું રહસ્ય શું છે? તાજેતરમાં એક મેગેઝિનને આપેલી મુલાકાતમાં આ સિરિયલના નિર્માતા આસિત મોદીએ આ રહસ્યોદ્ધાટન કર્યું હતું.

આસિત મોદીએ જણાવ્યું હતું કે આ સિરિયલ એ તમામ લોકોની ભાગીદારીનું પરિણામ છે, જે લોકો આ સિરિયલ છોડી ગયા છે તે લોકો અને હાલમાં મારી સાથે જોડાયેલા છે એ તમામ લોકોની સહીયારી મહેનત અને નિષ્ઠાનું પરિણામ છે. કેટલાક લોકો છોડી ગયા છે, અને મારા વિશે કંઈ પણ બોલતા હોય છે, પરંતુ એનાથી એમના યોગદાનને નકારી કાઢવા એ વાજબી નથી, મારે કોઈને કશું કહેવું નથી જે મારી વિરુદ્ધ બોલી રહ્યા છે એ તેમની મરજી મારે કોઈ વિશે કંઈ કહેવું નથી બધા મારી સાથીદારો હતા અને રહેશે.

કોઈ એક સિરિયલ આટલી સફળ થઈ હોય અને તેમ છતાં તેના નિમાર્તા ધરતી સાથે જોડાયેલા રહે તો સફળતા મળે એ હકીકત છે અને કદાચ તારક મહેતા કા ઊલ્ટા ચશ્માની સફળતાનું રહસ્ય પણ તેના નિમાર્તાનો ડાઊન અર્થ અપ્રોચ જ હોઈ શકે છે. આટલી સફળતા બાદ પણ તે તમામ ક્રેડિટ સલોકો સાથે વહેંચી રહ્યા છે જે તેમને નજીવા કારણોસર છોડી ગયા છે, આપણામાં કહેવત છે કે નમે તે સૌને ગમે બસ આ જ છે આટલી મોટી સફળતાનું રહસ્ય.

આસિત કુમાર મોદીએ આગળ એવું પણ જણાવ્યું હતું કે મેં ક્યારેય મારી જાતને એક્ટર્સથી અલગ રાખ્યા જ નથી. જો કોઈ સમસ્યા હોય તો તેઓ મને કોન્ટેક્ટ કરી શકે છે, હું હંમેશાથી ઈમાનદાર રહ્યો છું. મારા માટે આ શો અને તેની સ્ટારકાસ્ટ સૌથી પહેલાં છે. મેં ક્યારેય મારા કોઈ પર્સનલ બેનેફિટ્સ વિશે નથી વિચાર્યું.

આસિત મોદીએ આ જ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જે લોકો આ શો છોડી ગયા છે, શો વિશે કે મારા માટે ખરાબ બોલી રહ્યા છે એનાથી મને ચોક્કસ દુઃખ થાય છે, પણ તેઓ આજે પણ શોનો હિસ્સો છે, શોની સફળતામાં તેમનું પણ એટલું જ યોગદાન છે, જેટલું અમારું છે. આક્ષેપો અને વાતો સાંભળીને ખરાબ લાગે છે, પણ હું એમને માફ કરી દઉં છું. મારા મનમાં કોઈ માટે પણ કોઈ નારાજગી કે નફરત નથી, કારણ કે જો હું જ ખુશ નહીં રહું તો હું દર્શકોને કઈ રીતે હસાવી શકીશ?
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો વિશે વાત કરીએ તો તે 2008માં શરૂ થયો હતો અને આજે પણ તે અવિરતપણે દર્શકોનું મનોરંજન કરે છે. આ શોમાં અલગ અલગ કેરેક્ટર છે, જેનાથી દર્શકો કનેક્ટેડ ફિલ કરે છે.

આપણ વાંચો : TMKOCમાં પાછા ફરશે દયાબેન, જાણો કોણે કર્યો આવો ચોંકાવનારો ખુલાસો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button