Rupali Ganguly Vs Esha Verma: માનહાનિના દાવા સામે અનુપમાની સાવકી દીકરીએ ભર્યું આ મહત્ત્વનું પગલું… મુંબઈ સમાચાર
મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Rupali Ganguly Vs Esha Verma: માનહાનિના દાવા સામે અનુપમાની સાવકી દીકરીએ ભર્યું આ મહત્ત્વનું પગલું…

ટીવી સીરીયલ ‘અનુપમા’ ફેમ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી છેલ્લાં કેટલાક સમયથી તેની પ્રોફેશન લાઈફ પ્રોબ્લેમ કરતાં પણ પર્સનલ લાઈફમાં ચાલી રહેલા પ્રોબ્લેમને કારણે વધારે ચર્ચામાં આવી રહી છે. સાવકી દીકરી ઈશા વર્મા સાથેના વિવાદમાં એક નવો ટ્વીસ્ટ આવ્યો છે.


આ પણ વાંચો : અનુપમાના બચાવમાં આવ્યો પતિ, પણ દીકરીના આક્ષેપો બંધ થતાં નથી…


રૂપાલીની સાવકી દિકરી ઈશા વર્માએ રૂપાલી ગાંગુલી પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે રૂપાલી ગાંગુલીએ તેના પિતા અશ્વિન વર્મા સાથે તે પરિણીત છે એ જાણતા હોવા છતાં પણ અફેર કર્યું હતું. જેને કારણે તેને અને તેની માતાએ ઘણું બધું સહન કરવું પડ્યું હતું. આ બધા પર રૂપાલી ગાંગુલીએ કોઈ નિવેદન તો નથી આપ્યું પણ તેણે ઈશા પર 50 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. સાવકી માની નોટિસના જવાબમાં મોટું પગલું ભર્યું છે. આવો જોઈએ શું છે આ મહત્વનું પગલું-
ઈશા વર્મા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખૂબ જ એક્ટિવ રહે છે. આ સોશિયલ મીડિયા પર જ તેણે પોતાની સાવકી મા વિશે ઘણી બધી વાતો લખી હતી. જેને કારણે જ તેના માટે મુશ્કેલી પણ ઊભી થઈ છે. ઈશાના બધા આક્ષેપનો જવાબ આપતા રૂપાલી ગાંગુલીએ ઈશાને 50 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો ઠોકી દીધો છે. હવે ઈશાએ આ પગલાંની સામે બીજું મોટું પગલું ભર્યું છે. ઈશાએ હવે પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને પબ્લિકમાંથી પ્રાઈવેટ કરી દીધું છે.


આ પણ વાંચો : વનરાજ કે અનુજ નહીં આ વ્યક્તિ સાથે બાઈક પર જોવા મળી Anupama? વીડિયો જોઈ યુઝર્સ ભડક્યા…


એટલું જ નહીં પણ થોડાક સમય પહેલા જ ઈશાએ પોતાના એકાઉન્ટ પરથી વીડિયો શેર કર્યો હતો. જેમાં તે પોતાને સપોર્ટ કરનારાઓનો આભાર માની રહી છે અને તેના પર નકારાત્મક ટિપ્પણી કરનારાઓને ટિપ્પણી કરવાની ના પાડી હતી. હવે આ બધા બચ્ચે ઈશાનું આ વર્તન લોકોને સમજાઈ નથી રહ્યું પરંતુ લોકો તેના આ પગલાંને રૂપાલી ગાંગુલી સાથેના વિવાદ સાથે જોડીને જોઈ રહ્યા છે.

Back to top button