વનરાજ કે અનુજ નહીં આ વ્યક્તિ સાથે બાઈક પર જોવા મળી Anupama? વીડિયો જોઈ યુઝર્સ ભડક્યા…

અનુપમા બનીને લાખો ઘરોમાં પહોંચી ચૂકેલી જાણીતી ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ ટીઆરપીની બાબતમાં અમિતાભ બચ્ચનના કૌન બનેગા કરોડપતિ, રોહિત શેટ્ટીના ખતરોં કે ખિલાડી જેવા દમદાર રિયાલિટી ટીવી શોને પાછળ છોડી દીધા છે. પરંતુ શનિવારે જ એક્ટ્રેસે કંઈક એવું કર્યું હકું કે ફેન્સે રૂપાલી ગાંગુલીને સાણસામાં લેતાં સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું આ અનુપમાએ-
આ પણ વાંચો : Rupali Ganguliને આવી ગયું ઘમંડ? Anupama સિરિયલની ડાહ્યી વહુ પર ભડકી રહ્યા છે ફેન્સ
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર વિરલ ભાયાણીએ શેર કરેલાં વીડિયોમાં રૂપાલી ગાંગુલી પોતાના મેનજર સાથે બાઈક પર જતી જોવા મળી હતી. પરંતુ આ સમયે રૂપાલીએ કે એના મેનેજરે હેલ્મેટ નહોતું પહેર્યું. યુઝર્સે ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન કરવા બદ્દલ રૂપાલીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રૂપાલી ઈવેન્ટ માટે તૈયાર હતી, પરંતુ કોઈ કારણસર તે પોતાના મેનેજર કૌશલ સાથે કાર્યક્રમથી જલદી નીકળી જાય છે. તેણે પેપ્ઝને પોઝ પણ નહોતા આપ્યા અને એવું લાગી રહ્યું હતું કે તે ઉતાવળમાં છે.
બસ પછી તો પૂછવું જ શું? યુઝરે રૂપાલીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું અને તેમણે મુંબઈ પોલીસને ટેગ કરીને બંનેની સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. એક યુઝરે આ વાઈરલ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું તમારા બંનેની હેલ્મેટ ક્યાં છે તો બીજા એક યુઝરે લખ્યું હતું કે ડ્રાઈવરને જેલ ભેગો કરો.
આ પણ વાંચો : PM Modi અંગે શું જણાવ્યું ‘અનુપમા’ ફેમ અભિનેત્રી રુપાલી ગાંગુલીએ?
રૂપાલી શનિવારે રાતે સ્ટાર પરિવાર એવોર્ડ્સ 2024માં હાજરી આપવા પહોંચી હતી. અનુપમા બનીને આજે રૂપાલી ગાંગુલી કરોડો ઘરોમાં લોકપ્રિય બની ગઈ છે. આ શો છેલ્લાં ચાર વર્ષથી ટીઆરપીના ચાર્ટમાં ટોપ પર છે.