મનોરંજન

રોહિત શેટ્ટીએ કહ્યું કે ઈન્ડિયન પોલીસ ફોર્સની ભૂમિકા શિલ્પા શેટ્ટી માટે નહીં પરંતુ પુરુષ અભિનેતા માટે લખવામાં આવી હતી…..

મુંબઈ: સિમ્બા, સિંઘમ અને સૂર્યવંશી જેવી ફિલ્મો માટે પ્રખ્યાત રોહિત શેટ્ટી ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’ વેબ સિરીઝ લઈને આવી રહ્યા છે. ત્યારે આ વેબ સીરિઝ માટે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનું નામ ચર્ચામાં છે. રોહિત શેટ્ટીની આ સિરીઝમાં અભિનેત્રી પોલીસની ભૂમિકા ભજવી રહી છે. અને આ પાત્ર માટે શિલ્પાની પસંદગી કરવામાં આવી છે. આ દરમિયાન દિગ્દર્શક રોહિત શેટ્ટીએ શિલ્પાના પાત્રને લઈને મોટો ખુલાસો કર્યો છે. આ સિરીઝમાં શિલ્પા શેટ્ટી, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય મહત્વની ભૂમિકામાં જોવા મળશે. રોહિત શેટ્ટી ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’ સાથે પહેલીવાર OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.

રોહિત શેટ્ટીએ શિલ્પા શેટ્ટીના કાસ્ટિંગ વિશે વાત કરતા જાણાવ્યું હતું તેમજ આ દરમિયાન તેણે એ પણ ખુલાસો કર્યો હતો કે શિલ્પાનો રોલ પુરુષ અભિનેતા માટે લખવામાં આવ્યો હતો. પરંતુ શૂટિંગ શરૂ થયાના એક મહિના પહેલા મેં વિચાર્યું કે શા માટે કોઈ અભિનેત્રીએ આ રોલ કરે તો અને તે દિવસોમાં શિલ્પા શેટ્ટી તેની ફિલ્મ અને ટીવી રિયાલિટી શોમાં વ્યસ્ત હતી, છતાં તેણે આ રોલ માટે હા પાડી હતી.

રોહિતે જણાવ્યું હતું કે તે ઇન્ડસ્ટ્રીમાં માત્ર બે જ અભિનેત્રીઓ છે જે પોલીસની ભૂમિકા ભજવી શકે છે અને તેમાંથી એક શિલ્પા છે. ઈન્ડિયન પોલીસ ફોર્સ 19 જાન્યુઆરી 2024ના રોજ ઓટીટી પર જોવા મળે તેવી શક્યતા છે. ભારત સિવાય તેને વિશ્વના 240થી વધુ દેશોમાં ઓટીટી પર સ્ટ્રીમ કરવામાં આવશે. તેનું ટ્રેલર લોન્ચ થયું ત્યારથી દર્શકોમાં આ સીરિઝને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…