આજે મોટી મોટી હસ્તીને નચાવતો Rohit Shetty એક સમયે આ એક્ટ્રેસની સાડીઓ પ્રેસ કરતો હતો…
આજે મોટા મોટા સ્ટાર્સને પોતાના ઈશારે નચાવતા એક્શન ડિરેક્ટર રોહિત શેટ્ટી હાલમાં પોતાની આગામી ફિલ્મ સિંઘમ અગેઈનને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ એક સમય એવો પણ આવ્યો હતો કે રોહિત શેટ્ટી સેટ પર એક્ટ્રેસની સાડી પ્રેસ કરતાં હતા. એટલું જ નહીં પણ રોહિતે પોતાના શરૂઆતના દિવસોમાં સ્પોટ દાદા તરીકે પણ કામ કરી ચૂક્યા છે. આ વાતનો ખુલાસો ખુદ રોહિત શેટ્ટીએ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. ચાલો તમને જણાવીએ આખો કિસ્સો…
રોહિતે આ વિશે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે 17 વર્ષની ઉંમરે કામ કરવાનું શરુ કર્યું હતું અને ફિલ્મના સેટ પર કામ કરવા માટે તેને 50 રૂપિયાનું મહેનતાણુ ચૂકવવામાં આવતું હતું. 1995માં હું જ્યારે 29 વર્ષનો હતો ત્યારે તે ફિલ્મ હકીકતની એક્ટ્રેસ તબ્બુની સાડી પ્રેસ કરતો હતો. આ સિવાય મેં એ દિવસોમાં કાજોલના સ્પોટબોય તરીકે પણ કામ કર્યું હતું.
રોહિત શેટ્ટીએ આ ઈન્ટરવ્યુમાં પોતાની પહેલી કમાણી વિશે પણ ખુલાસો કરતા જણાવ્યું હતું કે જ્યારે મેં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે હું ઘર ચલાવવા માટે પૈસા કમાવવા માંગતો હતો. પૈસાના અભાવે મેં કોલેજ છોડી દીધી કારણ કે મને ખબર હતી કે પુસ્તકો અને કપડાં માટે પૈસા ક્યાંથી આવશે? મને ખબર નહોતી કે આ બધું કોણ આપશે? આ જ કારણે મેં કામ કરવાનું શરૂ કર્યું. મને યાદ છે કે મારી પ્રથમ કમાણી 35 રૂપિયા હતી.
આખરે ડિરેક્ટર કુકુ કોહલીએ રોહિતની મદદ કરી અને તેને આસિસ્ટન્ટ ડિરેક્ટરનું કામ અપાવ્યું અને તેણે ફૂલ ઔર કાંટેથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 30 વર્ષની ઉંમરે તેણે પોતાની પહેલી ફિલ્મ ઝમીન બનાવી હતી, પણ આ ફિલ્મ ખાસ કંઈ સારું પ્રદર્શન કરી શકી નહોતી.
વાત કરીએ તો રોહિત શેટ્ટીની નેટવર્થની તો આજે રોહિત શેટ્ટીની ગણતરી આજે બોલીવૂડના અમીર ડિરેકટરમાં કરવામાં આવે છે. આજની તારીખમાં રોહિતની નેટવર્થ 250 કરોડ રૂપિયાની છે. આ સિવાય રોહિત શેટ્ટી પાસે લક્ઝુરિયસ કાર, ઘણાં ઘર અને પ્રોપર્ટી પણ મોટી સંખ્યામાં છે. રોહિતના કાર કલેક્શન વિશે વાત કરીએ તો, BMW, રેન્જ રોવર અને મર્સિડીઝ બેન્ઝ સિવાય, તેની પાસે એક નહીં પરંતુ બે લેમ્બોર્ગિની કાર પણ છે, જે વિશ્વની સૌથી મોંઘી કારમાં સામેલ છે. તેમના કાર કલેક્શનમાં 8 લક્ઝરી કારનો સમાવેશ થાય છે.