મનોરંજન

યુઝવેન્દ્ર ચહલ 3 ફ્રેક્ચર સાથે IPL 2025ની સિઝન રમ્યો! આરજે મહવશે કર્યો ખુલાસો

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં પંજાબ કિંગ્સ(PBKS)ની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું, લીગ રાઉન્ડમાં ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી હતી, જોકે ફાઈનલ મેચમાં PBKSની RCB સામે 6 રનથી હાર થઇ હતી. ફાઈનલ મેચ દરમિયાન, કોમેન્ટેટર્સે કહ્યું હતું કે યુઝવેન્દ્ર ચહલ કદાચ પેઇનકિલર લઇને રમી રહ્યો હશે. હવે યુઝવેન્દ્ર ચહલની કથિત ગર્લફ્રેન્ડ આરજે મહવશે મોટો ખુલાસો કર્યો છે.

મહવશે 5 જૂને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો અને કેટલાક ફોટો શેર કર્યા હતાં. વીડિયોમાં જોવા મળે છે કે PBKSનો ઝંડો લહેરાવી રહી છે. તેણે શેર કરેલા ફોટોઝમાં તે ટીમના સહ-માલિક પ્રીતિ ઝિન્ટા, કેપ્ટન શ્રેયસ ઐયર, હેડ કોચ રિકી પોન્ટિંગ, યશ ઠાકુર, મુશીર ખાન અને પ્રિયાંશ આર્ય સાથે જોવા મળે છે.

મહવશે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, ‘તેઓ લડ્યા, મક્કમ રહ્યા અને છેલ્લી મેચ સુધી રમ્યા!’

ચહલને ત્રણ ફ્રેકચર હતાં:

તેણે ચહલનો વિશેષ ઉલ્લેખ કરતા લખ્યું, ‘…અને યુઝવેન્દ્ર ચહલ માટે એક ખાસ પોસ્ટ છે, કારણ કે લોકોને ખબર નથી કે બીજી મેચમાં જ તેની પાંસળીઓમાં ફ્રેકચર થયું હતું, ત્યાર બાદ તેની આંગળી પણ તૂટી ગઈ હતી. તે બોલિંગ કરતો હતો, પરંતુ તે આખી સીઝનમાં 3 ફ્રેક્ચર સાથે રમ્યો! આપણે બધાએ તેને બુમો પાડતા અને પીડાથી રડતા જોયો છે, પરંતુ તેને ક્યારેય હાર માનતા જોયો નથી! મારો મતલબ છે કે તમારી પાસે યોદ્ધાની હિંમત છે યાર.’

આ પણ વાંચો….યુઝવેન્દ્ર ચહલના ડિવોર્સ બાદ ધનશ્રી વર્માને કરવું પડે છે આ કામ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button