મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

ટીમ ઈન્ડિયાના ખેલાડીને પરણશે બોલીવૂડની આ બ્યુટીફૂલ બેબ?

બોલીવૂડ અને ક્રિકેટનો સંબંધ ખૂબ જ જૂનો અને જાણીતો છે. અનેક બ્યુટીફૂલ બોલીવૂડ એક્ટ્રેસે ક્રિકેટર્સ સાથે લગ્ન કર્યા હોવાના દાખલા આપણી સામે છે જ અને હવે આ યાદીમાં વધુ એક નામ ઉમેરાવવા જઈ રહ્યું છે.

સૂત્રોની વાત પર વિશ્વાસ કરીએ તો ટીમ ઈન્ડિયાના સ્ટાર યંગ ક્રિકેટરમાંથી એક એવા રિયાન પરાગ હાલમાં ઈજાને કારણે ટીમમાંથી બહાર છે પરંતુ હવે એવી ચર્ચા ચાલી રહી છે કે તે ટૂંક સમયમાં જ બોલીવૂડની બ્યુટીફૂલ હસીના અનન્યા પાંડે સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. ચાલો તમને જણાવીએ આ દાવા પાછળની સચ્ચાઈ…

અનેક રિપોર્ટ્સમાં એવા દાવા કરવામાં આવ્યા છે કે રિયાન અને અનન્યા આવતા વર્ષે લગ્ન કરશે. હાલમાં જ ટીમ ઈન્ડિયા તરફથી ડેબ્યુ કરનાર રિયાન પરાગ ખભાની ઈજાને કારણે ટીમથી બહાર છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે રિયાન પરાગ બોલીવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. રિપોર્ટમાં એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે બંને જણ આવતા વર્ષે લગ્ન કરી શકે છે.

આપણ વાંચો: પહેલાં Rohit Sharma અને હવે Virat Kohli માટે મોડેલે કહી એવી વાત કે…

અત્રે ઉલ્લેખનીયે છે કે રિયાન પરાગ અને અનન્યા પાંડેના લગ્નનો દાવો કરાઈ રહ્યો છે. આ પોસ્ટમાં એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે બંને જણ ફેબ્રુઆરી, 2025માં લગ્ન કરી શકે એમ છે. જોકે, બંનેમાંથી કોઈએ આ બાબતે હજી ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી નથી અને આ જ કારણે આ દાવાઓ પોકળ હોવાની પૂરેપૂરી શક્યતા છે.

જોકે, આ વાતને સાવ નકારી શકાય એવી તો નથી, કારણ કે ભૂતકાળમાં પણ ક્રિકેટર્સ અને બોલીવૂડ એક્ટર્સના લગ્ન થયા હોય એવા દાખલાઓ તો છે જ આપણી સામે. વાત કરીએ અનન્યાની તો અનન્યા પાંડેનું હાલમાં જ આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપ થયું હતું અને ત્યાર બાદ તેનું નામ હાર્દિક પંડ્યા સાથે અને વોકર બ્લેંકો સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button