જાણીતી અભિનેત્રીની નજીકની વ્યક્તિનું થયું નિધન

બોલીવૂડ એક્ટ્રેસ રિયા સેન અને રાયમા સેનના પિતા ભરત દેવ વર્માનું નિધન થયું છે. 83 વર્ષની વયે તેમણે દુનિયાની અલવિદા કહ્યું છે. જોકે, તેમનું નિધન કયા કારણે થયું છે એ જાણી શકાયું નથી. કોલકતા ખાતે ભરત દેવ વર્માનું નિધન થતાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ શોક વ્યક્ત કર્યો છે.
સીએમ મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભરત દેવ વર્માનેને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ફિલ્મસ્ટાર મુનમુન સેનના પતિ અને ખુદ મારા સૌથી મોટા શુભ ચિંતક ભરત દેવ વર્માના નિધનથી દુઃખી છું. તેઓ મારા પરમસ્નેહી હતા અને હું એમની યાદોને હંમેશા સંભાળીને રાખીશ.
આપણ વાંચો: બંગાળી પીઢ અભિનેતા મનોજ મિત્રાનું ૮૬ વર્ષની વયે નિધન
મુખ્ય પ્રધાને ભરત દેવ વર્માના નિધનને પોતાના માટે મોટું નુકસાન ગણાવતા કહ્યું કે તેઓ આજે જ એમના પરિવારને મળી. મમતા બેનર્જીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે તેઓ મને એમના પરિવારનો સભ્ય જ માનતા હતા અને એમનું નિધન મારા માટે દુઃખદ છે. આજે સવારે એમના નિધનના સમાચાર મળતાં જ હું એમના નિવાસસ્થાને પહોંચી હતી. જ્યાં તેમની દીકરી રિયા હાજર હતી. મુનમુન અને રાયમા એ સમયે દિલ્હીથી રવાના થઈ ગયા છે.
મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર ભરત દેવ વર્માનો સંબંધ ત્રિપુરાના શાહી પરિવારથી હતો. ભરત દેવના માતા ઈલા દેવી કૂચ બિહારના રાજકુમારી હતા. જ્યારે એમની નાની બહેન ગાયત્રીદેવી જયપુરના મહારાણી હતા. ભરત દેવે 1978માં એક્ટ્રેસ મુનમુન સેન સાથે સગ્ન કર્યા હતા અને તેમને બે દીકરીઓ છે રિમી સેન અને રાયમા સેન, જે બંને એક્ટ્રેસ છે.