મનોરંજન

જે દેખાય છે તે વેચાય છે, પરંતુ હું…રિચા ચઢ્ઢાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કેમ દેખાડ્યું આકરું વલણ?

મુંબઈ: અભિનેત્રી રિચા ચઢ્ઢાએ 2020માં અભિનેતા અલી ફઝલ સાથે લગ્ન કર્યા હતા. 2023માં આ દંપતીના ઘરે પારણું બંધાયું હતું. રિચા ચઢ્ઢાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના ઉછેર માટે રિચા ચઢ્ઢાએ ઇન્ડસ્ટ્રીમાંથી બે વર્ષનો બ્રેક લીધો હતો. હવે તે બે વર્ષ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાછી ફરી છે અને ફરીથી કામ શરૂ કર્યું છે. જેને લઈને રિચાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે અને કંઇક એવું લખ્યું છે, જેથી સૌનું ધ્યાન તેની આ પોસ્ટ તરફ દોરાયું છે.

હું માફ કરી દઉં છું, પરંતુ ક્યારેય ભૂલતી નથી

રિચા ચઢ્ઢાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું કે, “રવિવારે હું લગભગ બે પછી કામ પર પાછી આવી. જેટલી જલ્દી પાછી ફરવા માંગતી હતી. મારૂં તન-મન જરાય તૈયાર ન હતું. પરંતુ એ દેખીતી મુશ્કેલીઓ સિવાય મને મારા નજીકના લોકો થકી છેતરપિંડીનો સામનો કરવો પડ્યો. હું એ શીખી છું કે, આ ઇન્ડસ્ટ્રીમાં બહુ ઓછા લોકો છે, જે નૈતિકતા અને સાહસ રાખે છે.”

ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં રિચા ચઢ્ઢાએ આગળ જણાવ્યું કે, “મોટાભાગના લોકો આ ગાઢ હીનભાવના અને ઉણપની વિચારધારા સાથે કામ કરે છે અને તેઓ ક્યારેય સત્ય બોલતા નથી. તેઓ ક્યારેય ખુશ રહેતા નથી. જેવા કે ડિમેટર- તેઓ જીવનની તમામ ખુશીઓને ચૂસી લે છે. જેમણે મારા સૌથી નબળા સમયમાં મારી સાથે ક્રૂરતા દર્શાવી, કદાચ તેઓને પોતાના જીવનમાં પૂરતો પ્રેમ મળ્યો નથી. હું માફ કરી દઉં છું, પરંતુ ક્યારેય ભૂલતી નથી. કૃપયા ધ્યાન રાખો, જો તમે મારા રસ્તામાં આવ્યા. તમે જાણો છો, તમે કોણ છો.”

જે દેખાય છે, તે વેચાય છે. પરંતુ હું…

માતા બન્યા બાદની પરિસ્થિતિ અંગે રિચાએ જણાવ્યું કે, જો એક બાળકને ઉછેરવા માટે આખું ગામ જોઈએ, તો માની સંભાળ માટે જબરદસ્ત સપોર્ટ જોઈએ. કારણ કે માને યાદ નથી રહેતું કે તે બાળકના જન્મ પહેલા કોણ હતી. તેનાથી માનસિક રૂપથી બહાર આવવાની આશાએ વધારે સમય લાગ્યો. દરેક જણ કહે છે કે, વધારે પોસ્ટ કરો, વધારે કન્ટેન્ટ બનાવો.પરંતુ હું સોશિયલ મીડિયાની કર્મચારી નથી. મારું પણ એક જીવન છે. હું મારા જીવનની એક નાનકડી ઝાંખી પણ શેર કરવાથી ડરૂં છું, ક્યાંક મને કોઈ પોડકાસ્ટમાં ન બોલાવી લે દરેક આંસુ પર કેમેરો ઝૂમ કરીને ‘આ વિશે વાત કરવા માટે.’

રીચા ચઢ્ઢાએ પોતાની પોસ્ટમાં આખરે મીડિયા કલ્ચર અને મધરહુડ અંગે સવાલ ઉઠાવતા કહ્યું કે, “પોસ્ટર-ચાઇલ્ડ બન્યા વગર પોસ્ટ-પાર્ટમ ડિપ્રેશન વિશે વાત કેમ નથી થઈ શકતી. સ્ટ્રેચ માર્કનો ક્લોઝ-અપ ફોટો દેખાડ્યા વગર બોડી પોઝિટિવીટી વિશે વાત કેમ નથી થઈ શકતી. માણસો બધુ કેમ શેર કરે છે. બીજા લોકોને હિંમત આપવા માટે કે પૈસા કમાવવા માટે. હું શરૂઆતથી જ રિચા છું…જે દેખાય છે, તે વેચાય છે. પરંતુ હું વેચાણ માટે નથી.”

આ પણ વાંચો…રિચા ચઢ્ઢાની ‘નોર્મલ ડિલિવરી’ પોસ્ટ પર વિવાદ: અભિનેત્રીએ ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button