બોલીવૂડના કપલના ઘરે પધાર્યા લક્ષ્મીજી, શ્લોક સાથે શેર કરી હતી તસવીરો

તાજેતરમાં જ મિર્ઝાપુરમાં જોવા મળેલા ગુડ્ડુભૈયા એટલે કે અલી ફઝલ અને મસાનની દેવી એટલે કે રીચા ચડ્ઢાએ ગૂડ ન્યૂઝ આપ્યા છે. બન્નેના ઘરે દીકરીનો જન્મ થયો છે.
રિચા ચઢ્ઢાએ 16 જુલાઈએ એક સ્વસ્થ દીકરીને જન્મ આપ્યો છે. આ વાતની જાણકારી કપલે સોશિયલ મીડિયા પર આપી છે. ગુરુવારે, કપલે તેમના ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા. દીકરીનો જન્મ 16 જુલાઈ, મંગળવારે થયો હતો, પરંતુ એક્ટર્સે આજે મીડિયાને આ જાણકારી આપી છે.
અગાઉ એક દિવસ પહેલા જ રિચાએ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેનું બેબી બમ્પ દેખાતું હતું. આ સાથે તેણે ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते। पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥ એ શ્લોક પણ પૉસ્ટ કર્યો હતો.
આ પણ વાંચો : Viral Video: પ્રેમથી પત્નીને આ નામે બોલાવે છે Anant Ambani…
ખુશીની આ પળો શેર કરતાં અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ લખ્યું ચે કે અમને એ જાહેર કરતાં ખૂબ જ આનંદ થાય છે કે અમારા ઘરમાં એક સ્વસ્થ દીકરીનો જન્મ થયો છે. અમારો પરિવાર ખૂબ જ ખુશ છે અને અમે દરેકની શુભકામનાઓ અને આશીર્વાદ માટે આભાર માનીએ છીએ.
રિચા ચઢ્ઢા તાજેતરમાં નેટફ્લિક્સની વેબ સિરીઝ હીરામંડીમાં જોવા મળી હતી. આ સિરીઝના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી છે. રિચાએ તેની પ્રેગ્નેન્સી દરમિયાન સિરીઝને પ્રમોટ કરી હતી.
અલી ફઝલ હાલમાં સિરીઝ મિર્ઝાપુર 3માં જોવા મળી મળ્યો હત. ગુડ્ડુ પંડિતના રોલમાં અલી ફઝલને ઘણી પ્રશંસા મળી રહી છે.
કપલને બધા શુભકામનાઓ આપી રહ્યા છે.