મનોરંજન

યાદ કિયા દિલને…જેના મોતનું રહસ્ય નથી ઉકેલાયું તેનો આજે જન્મદિવસ છે

કોઈપણ પરિવાર કે સ્નેહીજનો માટે પોતાના સ્વજનની અણધારી વિદાય વસમી જ હોય, પણ જ્યારે આ વિદાયનું કારણ જ ન ખબર હોય અને તે કેટલી વેદના સહન કરી કેવી રીતે મર્યો હશે તે પાછળ કેટકેટલીય થિયરીઓ સામે રાખવામાં આવતી હોય ત્યારે તે પરિવાર માટે જીવવું વધારે અઘરું બની જતું હોય છે. સુશાંતસિંહ રાજપૂતનો પરિવાર આમાંનો એક છે જેમના દીકારના મોતનું રહસ્ય ઘૂંટાયા જ કરે છે, પણ કોઈ અંત નથી. જો તે જીવિત હોત તો પરિવાર તેની સાથે આજે 38મો જન્મદિવસ મનાવતો હોત. ખેર, ઈશ્વરની ગતિ ન્યારી છે. આજે સુશાંતનો જન્મદિવસ છે. એન્જિનિયરીંગનો અભ્યાસ છોડી અભિનેતા બનેલા સુશાંતના જન્મદિવસે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ તેને યાદ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ સાથે તેની માટે સખત લડાઈ આપતી તેની બહેન શ્વેતાએ પણ ઈમોનલ પોસ્ટ મૂકી હતી. જેમાં લખ્યું હતું હેપ્પી બર્થ ડે મેરા સોના ભાઈ. આઈ લવ યુ. આશા રાખું કે તું લાખો દિલોમાં વસે છે અને તેમને પ્રેરણા આપે છે.

સુશાંતના ફેન્સે પણ તેને વિશ કર્યું છે. સુશાંતે કાયપો છે, સોનચીડીયા, એમએસ ધોની, છીછોરે જેવી ફિલ્મોથી લોકોનું મનોરંજન કર્યું હતું. વર્ષ 2020માં તેની લાશ તેના બાન્દ્રા ખાતેના નિવાસસ્થાનથી મળી હતી. તે બાદ તેનું મોત હત્યા કે આત્મહત્યાથી થયું તે અંગેના ઘમા તર્કવિતર્કો આજે પણ થઈ રહ્યા છે. જોકે આ બધા વચ્ચે એક પ્રતિભાશાળી યુવાન અભિનેતા આપણે ખોઈ દીધો તે હકીકત છે.


સુશાંતને તેના જન્મદિવસ સ્મરણાંજલિ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button