Glamourથી દૂર મોક્ષ અને શાંતિની શોધમાં છે આ એક્ટ્રેસ, બે વર્ષ સુધી મૌન રહીને…
બોલીવૂડની દુનિયા નેમ, ફેમ અને ગ્લેમથી ભરપૂર છે. દરરોજ કંઈ કેટલાય ચહેરાઓ આ દુનિયામાં આવે છે અને ગાયબ પણ થઈ જાય છે. આજે અમે અહીં તમને આવી જ એક બોલીવૂડ એક્ટ્રેસની વાત કરવા જઈ રહ્યા છીએ. આ એક્ટ્રેસ વર્ષોથી મોક્ષ અને શાંતિની શોધમાં છે, એટલું જ નહીં પણ બે વર્ષ સુધી આ એક્ટ્રેસે મૌન રહીને સાધના પણ કરી હતી. ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને એના વિશે જણાવીએ-
બોલીવૂડ અને ટીવીનો જાણીતો ચહેરો રૂબી ભાટિયા (Ruby Bhatia) યાદ છે? લાંબા સમયથી સ્ક્રીનથી અને લાઈમલાઈટ દૂર રૂબી હાલમાં ક્યાં છે, શું કરી રહી છે એનો ખુલાસો ખુદ એક્ટ્રેસે કર્યો હતો. રૂબિ ભાટિયા ટીવી સિરીયલ કસૌટી ઝિંદગી કી અને પ્રેમ કી દિવાની હૂં તેમ જ ચોરી ચોરી ચૂપકે ચૂપકે જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
પરંતુ હાલમાં તે ગુમનામીભર્યું જીવન જીવી રહી છે. રૂબી હાલમાં મુંબઈમાં છે અને 18 વર્ષ સુધી કેનેડામાં રહ્યા બાદ આખરે રૂબી ભારત પાછી ફરી છે.
ખુદ એક્ટ્રેસે આ વાતનો ખુલાસો ઈન્ટરવ્યુમાં કર્યો હતો. રૂબીએ જણાવ્યું હતું કે તે શાંતિ, ભગવાનની શોધમાં અનો મોક્ષ પ્રાપ્તિ માટે ભારત પાછી ફરી છે. 1993માં મિસ ઈન્ડિયા કેનેડાનો ખિતાબ પોતાના નામે કર્યાના એક જ વર્ષમાં તે ભારત આવી હતી. અહીં તેણે ફેમિના મિસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો.
આ પણ વાંચો: કેમ Indian Armyએ આ બોલીવૂડ એક્ટ્રેસનું નામ લખીને પાકિસ્તાન પર ફેંક્યો બોમ્બ?
ત્યાર બાદ તેણે એક્ટિંગમાં હાથ અજમાવ્યો. વીજે બની અને શો હોસ્ટ કરવાનું શરૂ કર્યું. 1997માં રૂપિએ યે હૈ રાઝથી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું. 2008માં તે છેલ્લી વખત ફિલ્મ હલ્લા બોલમાં જોવા મળી. તેના પતિ અજિત દત્તા એક કોરિયોગ્રાફર છે અને તેને બે સંતાન છે કૃષ્ણા અને વિષ્ણુ.
રૂબીએ હાલમાં જ એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે હું બે વર્ષ સુધી મૌન રહી હતી. મેં વિચાર્યું કે એક દિવસ તો ભગવાન મળશે અને પછી એ મળ્યા પણ ખરા. મને જીવનમાં શાંતિ જોઈતી હતી અને મગજ શાંત રાખવું હતું. આ જ કારણે મેં બધું છોડી દીધું. હું આજની તારીખમાં એક લાઈફ કોચ છું અને હું એક હજાર રૂપિયામાં લોકોને અનલિમિટેડ કોચિંગ આપું છું. હું લોકોની પર્સનલ પ્રોબ્લેમ સોલ્વ કરું છું અને વજન ઓછું કરવાનું પ્રશિક્ષણ પણ આપું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે રૂબીને સલમાન ખાનના શો બિગ બોસ માટે પણ અપ્રોચ કરવામાં આવી હતી, પણ તેણે આ ઓફર ઠુકરાવી દીધી હતી. આ સિવાય એક્તા કપૂરના શો માટે પણ તેને અપ્રોચ કરવામાં આવી હતી, પણ તે ગ્લેમરની દુનિયાથી દૂર ખુશ રહેવા માંગે છે.