આ દેશમાં બની રાજકુમાર હિરાનીની ‘3 ઈડિયટ્સ’ની રિમેક
રાજકુમાર હિરાનીને લોકોની નાડ પારખતા આવડે છે, તેથી જ તેમની ફિલ્મો જનસમુહને સ્પર્શે છે અને માસ અપીલ કરે છે. લોકો તેમની ફિલ્મ સાથે પોતાની જાતને જોડી શકે છે. આનું જીવંત ઉદાહરણ એટલે તેમની 2009 ની હિટ ફિલ્મ ‘3 ઇડિયટ્સ’. તેમની આ ફિલ્મે જોરદાર સફળતા હાંસલ કરી છે. આ ફિલ્મે ઘણી નામના અને કમાણી કરી હતી. ફઇલ્મને ઘણા એવોર્ડ પણ મળ્યા હતા. વિદેશમાં પણ ફિલ્મને ઘણા સન્માન મળ્યા હતા. ઉપરાંત આ ફિલ્મની રિમેક પણ બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: Sadma: 41 વર્ષ પહેલાની આ ક્લાસિક ફિલ્મનો અંત જોઈ જહ્નાવી કપૂરે મમ્મી શ્રીદેવી સાથે વાત ન હતી કરી
મેક્સિકોમાં આ ફિલ્મની ‘3 ઇડિયટ્સ’ના નામથી રિમેક બનાવવામાં આવી છે.
રાજકુમાર હિરાનીની ‘3 ઈડિયટ્સ’ ફિલ્મે સફળતાના નવા માપદંડ સ્થાપિત કર્યા છે. મે્કસિકોમાં કોમેડી-ડ્રામા ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ 2017માં રિલીઝ થઈ હતી. મેક્સિકોમાં પણ આ ફિલ્મને ભારે સફળતા મળી હતી. તેની 3 મિલિયનથી વધુ ટિકિટ વેચાઇ હતી અને 2017ના પહેલા ભાગમાં સૌથી વધુ કમાણી કરનારી ડોમેસ્ટિક ફિલ્મ બની હતી. ‘3 ઇડિયટ્સ’ને ભારતમાં સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેના મેક્સિકન વર્ઝને પણ અઢળક કમાણી કરી હતી. લોકોને રાજકુમાર હિરાનીની ફિલ્મમાં બતાવવામાં આવતી મહત્વની થીમ પસંદ આવે છે.
આ પણ વાંચો: Anant Ambani-Radhika Merchantના ફંક્શનમાં ખુદ દુલ્હન બનીને પહોંચી આ એક્ટ્રેસ અને…
ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ના ભારતીય કલાકારોની વાત કરીએ તો આ ફિલ્મમાં આમિર ખાન, આર. માધવન, શર્મન જોશી અને કરીના કપૂર ખાન મુખ્ય ભૂમિકામાં હતા. બોમન ઈરાની અને ઓમી વૈદ્યે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. ફિલ્મમાં મોના સિંહ અને અલી ફઝલ પણ નાનકડા રોલમાં હતા. ફિલ્મનું દરેક પાત્ર વાસ્તવિક લાગતું હતું. દરેક પાત્રએ લોકોના દિમાગ પર પોતાની છાપ છોડી હતી. આજે પણ લોકો આ ફિલ્મ જોવાનું પસંદ કરે છે. આ ફિલ્મ 2009માં રજૂઆત પામી હતી. જેમાં એન્જિનિયરિંગ સ્ટુડન્ટની વાર્તા હતી. આ ફિલ્મનો કલ્ટ ક્લાસિક ભારતીય ફિલ્મોમાં સમાવેશ થાય છે.