મેં Rekha સાથે ખૂબ જ ખરાબ કર્યું, જાણો કોણે કર્યો ચોંકાવનારો ખુલાસો…

બોલીવૂડની સદાબહાર એક્ટ્રેસ ઉર્ફે ઉમરાવ જાન રેખા (Bollywood Actress Rekha) આજે પણ કરોડો લોકોના દિલ પર રાજ કરે છે. હાલમાં જ દબંગ ગર્લ બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલના લગ્નમાં (Bollywood Actress Sonakshi Sinha-Zahir Iqbal Wedding)માં હાજરી આપીને 69 વર્ષેય લાઈમલાઈટ ચોરી લીધી હતી. પરંતુ હવે શત્રુઘ્ન સિન્હા (Shatrghn Sinha) એ રેખાને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને તેમણે જણાવ્યું હતું કે તેમણે રેખા સાથે જે પણ કર્યું એ ખોટું છે અને તેમણે એવું નહોતું કરવું જોઈતું.
હવે એવો સ્વભાવ થાય એ સ્વાભાવિક છે કે આખરે એવું તે શું કર્યું હતું શત્રુઘ્ન સિન્હાએ અને કઈ રીતે ભૂલની વાત કરી રહ્યા છે શોટગન શત્રુઘ્ન સિન્હાએ… ચાલો તમને એના વિશે જણાવીએ- વાત જાણે એમ છે કે આ વાતનો ખુલાસો ખુદ શત્રુઘ્ન સિન્હાએ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એ સમયે રેખા આજ જેટલી પિક્ચર પરફેક્ટ નહોતી. ફિલ્મ ખુન ભરી માંગના સેટ પર અમારી વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થયો અને આ વિવાદ એટલો બધો વધી ગયો કે બંને વચ્ચે કેટલાય વર્ષો સુધી વાત-ચીત નહોતી થઈ.
એવું કહેવાય છે કે બંનેના સંબંધોમાં આવેલી ખટાશ એટલી લાંબી ચાલી કે બંનેએ 20 વર્ષ સુધી ન તો એકબીજા સાથે વાતચીત કરી કે ન તો કોઈ ફિલ્મ. બંને જણ જો ભૂલેચૂકે કોઈ એવોર્ડ ફંક્શન કે પાર્ટીમાં ભેગા પણ થઈ જાય તો પણ એકબીજાની સામે આવવાનું ટાળતા હતા. બંને વચ્ચે જ્યારે આ કોલ્ડ વોર ચાલી રહ્યું હતું એ સમયે શત્રુઘ્ન સિન્હાએ મીડિયામાં રેખા વિશે ઘણી બધી ઉટપટાંગ વાતો કરી હતી. મેં એની માટે ઘણા બધા સ્ટેટમેન્ટ્સ આપ્યા હતા જે મારે નહોતા આપવા જોઈતા. મારા આટલા બધા નિવેદનો બાદ પણ રેખાએ તેમને વળતો જવાબ નહોતો આપ્યો અને એ જ તેમની મોટાઈ અને ઉદાર દિલ સ્વભાવનો પરિચય આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શત્રુઘ્ન સિન્હાની પત્ની પુનમ સિન્હા અને રેખા ખૂબ જ સારા મિત્રો છે અને તેમણે જ બંનેની મુલાકાત એક પાર્ટીમાં કરાવી હતી અને તેમની વચ્ચે પડેલી આ મડાગાંઠને ઉકેલી હતી. થોડાક સમય પહેલાં જ રેખા અને શત્રુઘ્નનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો હતો જેમાં રેખા શત્રુઘ્ન સિન્હાના પગે પડતાં જોવા મળ્યા હતા. બંનેના આ સ્વીટ ગેસ્ચરે ફેન્સનું દિલ જિતી લીધું હતું.