મનોરંજન

મેં પણ લગ્ન કર્યા છે… 71 વર્ષની ઉંમરે રેખાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડના દિગ્ગજ અદાકારા, ઉમરાવ જાન બનીને દર્શકોના દિલો પર રાજ કરનાર રેખા 71 વર્ષની ઉંમરમાં પણ પોતાના સ્ટાઈલિશ લૂકથી ફેન્સના દિલ જિતી લે છે. હાલમાં જ ફિલ્મ દુલર્ભ પ્રસાદ કી દુસરી શાદીની સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવી હતી અને આ સમયે રેખા પણ પહોંચ્યા હતા અને તેમણે ફિલ્મની એક્ટ્રેસ મહિમા ચૌધરી અને પેપ્ઝ સામે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો જેના વિશે સાંભળીને ત્યાં હાજર સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. આવો જોઈએ એવું તે શું કહ્યું રેખાએ…

સોશિયલ મીડિયા પર ફિલ્મ દુર્લભપ્રસાદ કી દુસરી શાદીના સ્ક્રીનિંગના વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે રેખા અને મહિમા પેપ્ઝ સાથે વાત કરી રહ્યા છે. આ સમયે રેખાએ વ્હાઈટ કલરના સૂટ પર પ્રિન્ટેડ દુપટ્ટો સ્ટાઈલ કર્યો હતો. બ્લેક ગોગલ્સ, રેડ લિપસ્ટિક અને માંગમાં સિંદૂર ફ્લોન્ટ કર્યો હતો. જ્યારે ગોલ્ડન આઉટફિટમાં જોવા મળેલી મહિમા ચૌધરીએ રેખાને કહે છે કે મેં બીજા લગ્ન કરી લીધા છે.

મહિમાના બીજી લગ્નની વાત સાંભળીને રેખા કહે છે કે લગ્ન પહેલાં હોય કે બીજા. લગ્ન તો મેં પણ કર્યા છે જિંદદગી સાથે. આ સાંભળીને મહિમા કહે છે વાહ, આવું જ હોવું જોઈએ. રેખાએ વીડિયોમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે લગ્નનું બીજું નામ છે પ્રેમ. પ્રેમ છે તો લગ્ન છે અને લગ્ન છે તો પ્રેમ છે.

સોશિયલ મીડિયા પર રેખાજીનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે, અને ફેન્સ તેના પર લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. જો તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો.

વાત કરીએ રેખાજીની લવ લાઈફ વિશે તે તેમની લવ લાઈફ ઘણા બધા ઉતાર-ચઢાવથી ભરપૂર રહી છે. રેખાજીનું નામ અનેક સ્ટાર્સ સાથે જોડાઈ ચૂક્યું છે. પરંતુ આ બધામાં અમિતાભ બચ્ચન સાથેના તેમના અફેયરની ચર્ચા તો આજે પણ એકદમ જોરશોરથી થાય છે. જ્યાં બિગ બીએ જયાજી સાથે તો રેખાજીએ પણ દિલ્હીના એક બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા.

જોકે, લગ્નને એક વર્ષ પણ નહોતું થયું એની પહેલાં જ મુકેશે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારથી રેખાજી એકલા જ રહે છે. અવારનવાર ઈવેન્ટ્સ, પાર્ટીમાં રેખાજી સેંથામાં સિંદૂર પૂરીને હાજરી આપતા જોવા મળે છે. જ્યારે એક ઈન્ટરવ્યુમાં કોઈએ તેમને સેંથામાં સિંદૂર શા માટે પૂરે છે એવો સવાલ કર્યો હતો, તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે આ એક સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે. જોકે, ઉમરાવ જાનની લાઈફ ફેન્સ માટે એક મિસ્ટ્રીથી જરાય કમ નથી.

આ પણ વાંચો…71 વર્ષની ઉંમરે પણ રેખાજીનો આ દિલકશ અંદાજ જોઈ લેશો હૃદય ધબકારો ચૂકી જશે…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button