મનોરંજન

Viral Video: રેખા અને શાહરુખ ખાનને સાથે ડાન્સ કરતાં જોઈને અમિતાભ બચ્ચને આપ્યું આવું રિએક્શન…

બોલીવૂડના ઉમરાવજાન એવરગ્રીન બ્યુટી રેખા આજે પણ કોઈ પાર્ટી કે ઈવેન્ટમાં પહોંચે છે ત્યારે તમામ લોકોની નજર તેમના પર જ હોય છે. રેખા ભલે ફિલ્મોથી દૂર હોય પણ તેમણે લાઈમલાઈટ લૂંટવાનું હજી પણ ચાલુ જ રાખ્યું છે. 70 વર્ષે કોઈ પણ પાર્ટી હોય કે એવોર્ડ ફંકશન રેખાનો જાદુ યથાવત છે…

હાલમાં સોશિયલ મીડિયા પર રેખા અને શાહરુખ ખાનના ડાન્સનો વીડિયો જોવા મળી રહ્યો છે. જેમાં બંનેને સાથે જોઈને અમિતાભ બચ્ચને આપેલું રિએક્શન ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. નેટિઝન્સ બિગ બીનું આ રિએક્શન જોઈને ખૂબ જ મજા લઈ રહ્યા છે. આવો જોઈએ શું હતું બિગ બીનું રિએક્શન…

આપણ વાંચો: રેખા સાથે સેલ્ફી કાઢી પોસ્ટ કરોઃ બીગ બીના સવાલનો આવો જવાબ આપ્યો યુઝરે

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં શાહરુખ ખાન અને રેખા કોઈ ફંક્શનમાં સ્ટેજ પર સાથે ડાન્સ કરી રહ્યા છે. બંને જણ મિસ્ટર નટવરલાલના હિટ સોન્ગ પરદેસિયા પર ડાન્સ કરી રહ્યા છે અને ઓડિયન્સમાં બેઠેલાં બિગ બી બંનેને ડાન્સ કરતાં જોઈ રહ્યા છે.

આ ફિલ્મમાં રેખા અને બિગ બીની જોડીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. 1979માં રિલીઝ થયેલી બિગ બી અને રેખાની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ સફળ થઈ હતા.

વાત કરીએ વીડિયોની તો વીડિયોમાં પણ રેખા અને શાહરુખ વચ્ચે દમદાર કેમેસ્ટ્રિ જોવા મળી રહી છે અને ઓડિયન્સમાં સૂટ-બૂટમાં બેઠેલા બિગ બી તેના પરથી નજર હટાવી શક્યા નહોતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ તેના પર મજેદાર રિએક્શન આપી રહ્યા છે.

એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે અમિતાભ બચ્ચનનો ચહેરો જોવા જેવો છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે સુપર્બ પર્ફોર્મન્સ અને સુંદર જોડી. ત્રીજા યુઝરે રેખા અને કિંગ ખાનની કેમેસ્ટ્રી જોતા લખ્યું હતું કે રેખાજીનો ડાન્સ એક નંબર.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : રેખાને ‘ઉમરાવજાન’ કુમુદિની લાખિયાએ બનાવી હતી

ચોથા યુઝરે લખ્યું હતું કે અમિતજી પણ સ્ટેજ પર હોત તો વધારે સારું થાત અને પાંચમા યુઝરે તો હદ કરી નાખી હતી અને કમેન્ટ કરી હતી કે અમિતાભજીના ચહેરા પર અફસોસ દેખાઈ રહ્યો છે કે હું સ્ટેજ પર કેમ નથી?

અત્રે ઉલ્લેખનીય છે કે રેખાજી લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે પરંતુ આજે પણ અમિતજી અને તેમના અફેયરની ચર્ચા તો આજે પણ થતી રહી છે.

વાત કરીએ શાહરુખ ખાનની તો હાલમાં શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ કિંગને લઈને ચર્ચામાં છે જ્યારે બિગ બી છેલ્લી વખત ફિલ્મ કલ્કી 2898 એડીમાં જોવા મળ્યા હતા અને હાલમાં તેઓ લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિમાં જોવા મળી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button