
વિતેલા જમાનાની અભિનેત્રી રેખા માત્ર દેખાવમાં જ નહીં પણ વ્યવહારમાં પણ જાજરમાન છે. હજુ પણ સોળ શણગાર સજી આવતી અભિનેત્રી રેખા મહેફીલ લૂંટી લે છે. તાજેતરમાં યોજાયેલા એક પ્રિમિયરમાં રેખાએ કંઈક એવું કર્યું કે ફેન્સ ખુશ ખુશ થઈ ગયા. આ પ્રિમિયર હતું સંજયલીલા ભણસાલીની પહેલી ઓટીટી સિરિઝ હીરામંડીની. ખૂબ જ ભવ્ય સેટ માટે જાણીતા ભણસાલીએ ઓટીટી માટે પણ એટલા જ ભવ્ય સેટ્સ બનાવ્યા છે અને સાત હીરોઈનો સાથે તેમણે શૉ બનાવ્યો છે.
તેના પ્રિમિયરમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એકથી એક માંધાતા આવ્યા હતા. બોલીવૂડ સ્ટારની આખી વણઝાર ઉતરી હતી. સિરિઝની હીરોઈન રિચા ચઢ્ઢા પણ આવી હતી. રિચા અને અફઝલ માતા-પિતા બનવાના છે ત્યારે રિચાનું બેબી બમ્પ દેખાતું હતુ.
રેખાએ પહેલા તો રિચા સાથે વાત કરી અને ત્યારબાદ તેના બેબી બમ્પ પર ક્યૂટ કીસ કરી. આ વીડિયો જોઈને કોઈપણ મજા આવી જાય તેમ છે. ત્યારબાદ રેખાએ એક વડીલની જેમ રિચાને સલાહ આપી. તેમે રિચાને શું કહ્યું તે ખબર નથી, પરંતુ કોઈ પણ સમજી જાય તે રિચાને પોતાનું અને બાળકનું ખ્યાલ રાખવાની સલાહ આપે છે.
સિલ્ક સાડીમાં સજ્જ રેખા અને માતા બનવા જઈ રહેલી રિચાની આ ક્લિપ તમે પણ જૂઓ.