મનોરંજન

એક સમયે પાક્કા બહેનપણા હતા Jaya Bachchan અને Rekha વચ્ચે, પ્રેમથી એકબીજાને…

હેડિંગ વાંચીને 440 વોલ્ટનો ઝટકો લાગ્યો ને? પણ આ હકીકત છે. આજે ભલે જયા બચ્ચન (Jaya Bachchan) અને રેખા (Rekha) એકબીજાની સામે આવવાનું ટાળે કે મોઢું પણ જોવાનું પસંદ ના કરે, પણ એક સમયે એવો હતો કે જ્યારે આ બંને એક્ટ્રેસ વચ્ચે પાકા બહેનપણા હતા.

એટલું જ નહીં પણ આ અભિનેત્રીઓ એકબીજાને પ્રેમથી હુલામણા નામે પણ બોલાવતા હતા. આ વાતનો ખુલાસો એક પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આવો જોઈએ શું છે આખી સ્ટોરી-

જી હા, રેખા અને અમિતાભ બચ્ચનના અફેયરને કારણે રેખા અને અને જયા બચ્ચન વચ્ચે બધુ બદલાઈ ગયું અને એક સમયની પાક્કી બહેનપણીઓ વચ્ચે એક ક્યારેય ના પૂરાય એવી ખાઈ પેદા થઈ.

આપણ વાંચો: રેખા કે જયા બચ્ચન નહીં પણ આ એક્ટ્રેસને ટ્રક ભરીને ગુલાબ મોકલાવ્યા હતા Amitabh Bachchanએ…

પુસ્તકમાં કરવામાં આવેલા દાવા અનુસાર રેખા અને જયા બંને એક જ એપાર્ટમેન્ટમાં રહેતી હતી એટલે કે પડોશી હતા. આ સાથે જ આ પુસ્તકમાં રેખા અને અમિતાભ બચ્ચનની પહેલી મુલાકાત કેવી રીતે થઈ એ વિશે પણ ખુલાસો કરવામાં આવ્યો છે.

રેખા અને જયા એકબીજાના પડોશી હોવાને નાતે એકબીજાને ઘરે પણ ખૂબ જ આવતા જતાં રહેતા હતા અને જયાના ઘરે જ રેખા અને અમિતાભ બચ્ચનની પહેલી મુલાકાત થઈ હતી.

આ પુસ્તકમાં રેખા અને જયા બચ્ચનને લઈને પણ એક ખુલાસો કરવામાં આવ્યો છે કે રેખા અને જયા એકબીજાને ક્યારેય નામથી નહોતા બોલાવતા. રેખા જયાજીને હંમેશા દીદી નહીં પણ દીદી ભાઈ કહીને બોલાવતા હતા અને રેખા જયા બચ્ચનના ઘરે ખૂબ જ સમય પસાર કરતાં હતા.

આપણ વાંચો: ‘આજકાલ પ્રોપગંડા ફિલ્મો બની રહી છે’ જયા બચ્ચન અને પ્રિયંકા ચતુર્વેદી બોલીવૂડ અને રાજકારણ વિષે ખુલ્લીને વાત કરી

એવું કહેવાય છે કે પોતાના શરૂઆતના દિવસોમાં કેટલીક સુપરહિટ ફિલ્મો આવતા જ રેખાએ 1972માં મુંબઈમાં પોતાનો પહેલો ફ્લેટ ખરીદ્યો હતો. જ્યાં રેખાએ ફ્લેટ ખરીદ્યો એ અજંતા હોટેલથી જૂહુના બીચ એપાર્ટમેન્ટમાં શિફટ થયા, જ્યાં જયા પહેલાંથી રહેતાં હતા.

આ જ પુસ્તકમાં રેખા અને જયા બચ્ચનની દોસ્તી તૂટવાનો ઉલ્લેખ પણ જોવા મળે છે. પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે 1973માં જ્યારે અમિતાભ બચ્ચનને જયા સાથે લગ્ન કર્યા એ સમયે બંનેની દોસ્તીમાં દરાર આવી.

અમિતાભ માટેની પોતાની લાગણી રેખા અનેક વખત પહેલાં પણ પ્રગટ કરી ચૂક્યા છે. આ સિવાય સિમી ગરેવાલના શો પર પણ રેખાજીએ બિગ બી માટેની પોતાની લાગણી ઈનડાયરેક્ટલી પ્રગટ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button