બોલો, રેખાએ મંચ પર અક્ષય કુમારને કર્યો ‘ઈગ્નોર’, સિક્રેટ શું છે?

બોલુવડની દુનિયામાં ‘લવ’ અને ‘ધોકા’ની વાત એક સિક્કાની બે બાજુ જેવી છે. ચાહે કોઈ પણ ફિલ્મી પરિવાર હોય કે કલાકાર, પરંતુ દરેકના જીવનમાં ફિલ્મી સ્ટોરી માફક લવસ્ટોરીના માફક ધોકાની વાત પણ હોય છે. તાજેતરમાં એક ઈવેન્ટના મંચ પર બોલીવુડની રહસ્યમય અભિનેત્રી રેખાએ અક્ષય કુમારને ઈગ્નોર કર્યા પછી લોકોને આશ્ચર્ય થયું હતું.
આ પણ વાંચો: અક્ષય કુમારની ભૂત બંગલા ફિલ્મના શૂટિંગના થયા શ્રીગણેશઃ તબ્બુએ પોસ્ટ શેર કરી…
અલબત્ત, રેખાએ અક્કીને ઈગ્નોર કરવાનો મુદ્દો સોશિયલ મીડિયા પર જોરદાર ચગ્યો છે, જેમાં લોકોએ અલગ અલગ તર્ક-વિતર્ક કરી રહ્યા છે. એક યૂઝરે એટલે સુધી કહ્યું હતું કે બંને જૂના પ્રેમી છે. હવે રેખા માટે શું સમજવાનું બોલીવુડના શહેનશાહ માટે નામ હજુ પણ ચર્ચામાં છે ત્યારે અક્ષય કુમારને ઈગ્નોર કરવા પાછળનું કારણ પણ સપાટી પર આવ્યું છે. 29 વર્ષ પહેલા બંને એકબીજાના પ્રેમમાં હતા, જેનાથી રવિના ટંડન પણ પરેશાન થઈ ગઈ હતી.
આ પણ વાંચો: જ્યારે રેખાએ Amitabh Bacchhanને ગળે લગાવ્યા…
અક્ષયને ઈગ્નોર અને અભિષેકને કર્યું હગ
લવસ્ટોરી પૂર્વે એ ઈવેન્ટની વાત કરીએ તો તાજેતરમાં એક એવોર્ડ સમારંભનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જ્યાં લોકોએ કહ્યું હતું કે મંચ પર જાજરમાન અભિનેત્રી રેખાએ અક્ષયને ઈગ્નોર કર્યો હતો, જ્યારે તેની બાજુની વ્યક્તિને રીતસરનું શેકહેન્ડ પણ કર્યું હતું. એટલું જ નહીં, ગણતરીની મિનિટ પછી રેખાએ અભિષેક બચ્ચનને હગ પણ કર્યું હતું.
અક્ષય માટે રેખા ઘરેથી ટિફિન લાવી જમાડતી

અક્ષયને ઈગ્નોર કરવા માટે બંને વચ્ચેના અફેરની વાત મૂળમાં છે, કારણ કે 1996ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ખિલાડીઓ કે ખિલાડી’ના શૂટિંગમાં બંને લીડ રોલમાં હતા. રેખાથી 13 વર્ષ નાના અભિનેતા અક્ષયને રેખાથી પ્રેમ થઈ ગયો હતો એ હકીકત હતી. બીજી બાજુ અક્ષય કુમારના રિલેશનમાં રવિના ટંડન પણ હતી. ‘મોહરા’ ફિલ્મ વખતે અક્ષય રવિનાની નજીક આવ્યો હતો, પરંતુ રેખા પણ અક્ષયની દિવાની બની ગઈ હતી, જે અક્ષય માટે ઘરે ખાવાનું લઈને પણ જતી હતી અને પોતાના હાથથી જમાડતી હતી. રેખાથી અંતર રાખવાની પણ રવિનાએ ચેતવણી આપી દીધી હતી, જેથી તે અક્ષય સાથે વધુ સમય વીતાવી શકે.
હદ પાર કર્યા પછી ચેતવણી આપી હતીઃ રવિના ટંડન

રવિનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રેખા અક્ષયને રિઝવવાની કોશિશ કરી હતી, જ્યારે અક્ષયને રેખાથી કોઈ મતબલ પણ નહોતો. ફક્ત ફિલ્મના કારણે તેની સાથે રહેતો હતો. હા, રેખા અક્ષય માટે ઘરેથી ટિફિન લાવતી હતી અને પોતાના હાથથી પણ ખવડાવતી હતી, પરંતુ હદ પાર થયા પછી બોલવું પડ્યું હતું. મેં રેખાને વધુ કંઈ કહ્યું નહોતું, કારણ કે અક્ષયને ખબર હતી કે રેખાને કઈ રીતે હેન્ડલ કરવી.
રેખા, રવિના અને શિલ્પા સાથે સંબંધ ટક્યા નહીં

અહીં એ જણાવવાનું કે આ ફિલ્મ પૂરી થયા પછી રેખા અને અક્ષય કુમારે ડિસ્ટન્સ રાખવાનું શરુ કર્યું હતું. આમ છતાં અક્ષય અને રવિનાના રિલેશન વધુ સમય ટકી શક્યા નહોતા. રવિનાને ડેટ કરતી વખતે શિલ્પી શેટ્ટી સાથે પણ રિલેશનમાં હતા. રવિના અક્ષય માટે ફિલ્મોમાં કામ પણ બંધ કરવા તૈયાર હતી, પણ રિલેશન તૂટ્યા પછી અલગ થઈ ગઈ હતી.
2001માં અક્ષય કુમારે ટવિન્કલ ખન્ના સાથે કર્યાં લગ્ન

છેલ્લે શિલ્પા શેટ્ટીથી અલગ થયા પછી કોસ્ટાર ટવિન્કલ ખન્નાને ડેટ કરવાનું શરુ કર્યું હતું અને 2001માં બંનેએ લગ્ન કરી લીધા હતા. બીજી બાજુ રવિના ટંડને બિઝનેસમેન અનિલ થડાની સાથે લગ્ન કર્યાં હતા. રસપ્રદ વાત એ છે કે રેખાએ ક્યારેય પોતાના અને અક્ષય કુમાર સાથેના સંબંધ અંગે કોઈ નિવેદન આપ્યું નહોતું. પણ ઈવેન્ટમાં રહસ્યમય રેખાએ અક્ષયને ઈગ્નોર કર્યા પછી દાળમાં કંઈક કાળું હોવાનું તો ચોક્કસ કહી શકાય.