જયા બચ્ચનની એ એક શરત કે જેણે અમિતાભ અને રેખાને હંમેશ માટે કર્યાં દૂર…

બોલીવૂડના લવ ટ્રાયેન્ગલની વાત રહી હોય અને એમાં રેખાજી, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનું નામ ના આવે તો જ નવાઈ. આજે પણ જયા, અમિતાભ અને રેખા એકબીજાની સામે આવવાનું ટાળે છે. એક સમય હતો કે જ્યારે રેખા અને અમિતાભના અફેયરની જોરશોરથી ચર્ચા ચાલતી હતી અને આ બધાને કારણે જ જયાજીએ ફિલ્મ સિલસિલાના શૂટિંગ સમયે એક એવી શરત મૂકી હતી કે જેના વિશે ખૂબ જ ઓછા લોકોને ખબર છે. જયાજીની આ શરતને કારણે જ દર્શકોએ બિગ બી અને રેખાજીને છેલ્લી વખત ઓનસ્ક્રીન સાથે જોઈ શક્યા હતા. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી…
ફિલ્મ સિલસિલા એ બોલીવૂડની એક કલ્ટ ફિલ્ હતી અને આ ફિલ્મની સ્ટોરી લાઈનને જોતા જાણે અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને રેખાજીના લવ ટ્રાયેન્ગર પર આધારિત હતી એવું કહીએ તો તે ખોટું નહીં ગણાય. જોકે, આ ફિલ્મ માટે જયા બચ્ચનને રાજી કરવાનું એટલું સહેલું નહોતું કારણ કે એ સમયે રેખા અને બિગ બીના અફેયરની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. અગાઉ કહ્યું એમ ફિલ્મની સ્ટોરી રિયલ લાઈફ સાથે એકદમ મેચ કરતી હતી એટલે જયાજીનું તેમ હોવું ખૂબ જ જરૂરી હતું.
આ સમયે ફિલ્મ સિલસિલાના ડિરેક્ટર યશ ચોપ્રાની મદદે આવ્યા સંજીવ કુમાર. સંજીવ કુમાર અને જયા બચ્ચન વચ્ચે એક નજીકનો સંબંધ હતો. કેટલાક રિપોર્ટમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે જયા બચ્ચન સંજીવ કુમારને ભાઈ માનતા હતા એટલે યશ ચોપ્રાએ ફિલ્મ માટે રાજી કરવાની જવાબદારી સંજીવ કુમારને સોંપી.
સંજીવ કુમારના પ્રયાસો બાદ જયાજી ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર તો થઈ ગયા પણ તેમણે યશ ચોપ્રા સામે એક શરત રાખી કે તેઓ હંમેશા ફિલ્મના સેટ પર હાજર રહેશે, જ્યારે તેમની જરૂર નહીં હોય ત્યારે પણ. હવે જયાજીની આ શરતનું કારણ રેખાજી હતા એ સ્વાભાવિક છે. આમ દર્શકોને આ ફિલ્મમાં છેલ્લી વખત રેખા અને અમિતાભને સાથે સ્ક્રીન શેર કરતાં જોયા. આ ફિલ્મ બાદ બંનેએ સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે રેખા અવારનવાર આજે પણ અમિતાભ બચ્ચન માટેની પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે, જ્યારે બિગ બી આ વિશે કંઈ પણ બોલતા નથી. એક ઈન્ટરવ્યુમાં રેખાએ જણાવ્યું હતું કે એક એક્ટ્રેસ તરીકે હું જે પણ કંઈ પણ છું એનું 100 ટકા જશ એમને (બિગ બીને) જાય છે. હું એમને જોઈને જ શીખવાન પ્રયાસ કરું છું. જોકે, દુર્ભાગ્યની વાત એ છે કે તેઓ મારા અને બીજા લોકોના જીવન પર પડતાં પ્રભાવથી બિલકુલ અજાણ હતા.
રેખાએ આ ઈન્ટરવ્યુમાં જ આગળ એવું પણ જણાવ્યું હતુ કે તેમની હાજરી અને ભાવનાએ જ એક એક્ટર અને માણસ તરીકે મારા કરિયરનમાં સૌથી મોટું યોગદાન આપ્યું છે. તેઓ મારા અંતરાત્મા સમાન છે જે મને જીવન અને એક્ટિંગમાં આગળ વધવા પ્રોત્સાહન આપે છે.
આ પણ વાંચો…અમિતાભ બચ્ચને દિવાળીના દિવસે શું કર્યું, જુઓ એમનો અંદાજ?