Abhishek Bachchan-Aishwarya Rai-Bachchan વચ્ચેની સમસ્યાનું કારણ છે આ એક્ટ્રેસ?
બચ્ચન પરિવાર (Bachchan Family) છેલ્લાં કેટલાય સમયથી પરિવારમાં ચાલી રહેલાં અંગત મતભેદોને કારણે ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. એમાં પણ અંબાણી પરિવારના પ્રસંગમાં અભિષેક બચ્ચન (Bollywood Actor Abhishek Bachchan)એ પરિવાર સાથે એન્ટ્રી લીધી હતી અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)એ દીકરી આરાધ્યા બચ્ચન સાથે અલગ એન્ટ્રી લેતાં બંનેની મેરિડ લાઈફમા ભંગાણ પડ્યું હોવાની અટકળો તેજ બની ગઈ છે. દરમિયાન એક એક્ટ્રેસ બચ્ચન પરિવારમાં પડેલી ભંગાણનું કારણ હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
જોકે, હજી સુધી અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે ચોક્કસ કયા કારણે ભંગાણ પડ્યું હોવાનું કારણ તો સામે નથી આવ્યું પરંતુ નેટિઝન્સનું તો શું કહેવું? પણ હવે આ બાબતે એક ચોંકાવનારો ખુલાસો થયો છે અને આ માટે બોલીવૂડની જ એક એક્ટ્રેસ કારણભૂત હોવાની અટકળો વ્યક્ત કરાઈ રહી છે. આવો જોઈએ કોણ છે આ એક્ટ્રેસ અને કેમ તે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચેના મતભેદનું કારણ બની છે.
| Also Read: https://bombaysamachar.com/entertainment/who-aishwarya-rai-bachchan-hugs-between-distances-with-bachchan-family/
અનંત-રાધિકાના લગ્નમાં ભલે ઐશ્વર્યા રાય-બચ્ચન પતિ અભિષેક બચ્ચન સાથે જોવા મળી હોય પણ તેણે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન (Amitabh Bachchan-Jaya Bachchan)થી દૂરી બનાવી રાખી હતી. જોકે, બીજી બાજું એક્ટ્રેસે બોલીવૂડની એવરગ્રીન એક્ટ્રેસ રેખા (Bollywood Evergreen Actress Rekha)થી બિલકુલ દૂરી જાળવી શકી નહોતી.
ઈવેન્ટ પર રેખાને જોતા જ ઐશ્વર્યાએ રેખાજીને ગળે લગાવી દીધા હતા અને એમની સાથે વાત કરવા લાગી હતી.
ઐશ્વર્યા અને રેખાની આ નઝદિકીઓ પહેલી વખત નથી જોવા મળી. આ પહેલાં પણ બંને 2019માં પણ ઉર્દૂ કવિ કૈફી આઝમીના શતાબ્દી જયંતિ મહોત્સવમાં સાથે જોવા મળ્યા હતા. રેખા અને ઐશ્વર્યા વચ્ચેના આ પ્રેમાળ સંબંધો પણ કદાચ બચ્ચન પરિવારમાં પડેલાં ભંગાણનું કારણ હોઈ શકે છે.
બિગ બી અને રેખાના સંબંધોની વાત તો જગજાહેર છે અને એના પછી શું થયું હતું એ તો બધા જ જાણે છે. દરમિયાન જયા બચ્ચન અને રેખા વચ્ચેની ખટાશ પણ ખૂબ જ જાણીતી છે. સોશિયલ મીડિયા યુઝર્સના જણાવ્યા અનુસાર જયા બચ્ચનને રેખા અને વહુ ઐશ્વર્યાની આ નઝદિકીઓ ખાસ કંઈ પસંદ નથી.
જોકે, હવે નેટિઝન્સ દ્વારા કરાઈ રહેલાં આ દાવા પાછળ કેટલી સચ્ચાઈ છે એ તો રામ જાણે, પણ એમની વાતમાં દમ તો છે ભાઈસાબ. આગ વિના ધૂમાડો હોય એ તો શક્ય જ નથી…