મનોરંજન

ટોમ ક્રૂઝથી માઈલી સાયરસ: પ્રસિદ્ધિ પહેલાં હોલીવુડ સ્ટાર્સે શા માટે બદલ્યા નામ?

બોલીવુડમાં ઘણા અભિનેતા અભિનેત્રીઓએ આ ઝાકઝમાળ ભરી દુનિયામાં આવતા પહેલા અલગ અલગ કારણોસર પોતાના નામ બદલી નાખ્યા હતા અને આજે આપણે એમને એમના નવા નામે જ ઓળખીએ છીએ.

આવું જ હોલીવુડમાં પણ થયું છે. ઘણા બધા હોલીવુડ સ્ટાર્સે જ્યારે તેમને કોઈ ઓળખતું નહોતું ત્યારે ફક્ત પોતાનું નસીબ જ નહીં પણ પોતાના નામ પણ બદલી નાખ્યા હતા. પછી ધીમે ધીમે આ સ્ટાર્સ તેમના નવા નામોથી ઓળખાવા લાગ્યા. ચાલો એવા કેટલાક સ્ટાર્સ વિશે જાણીએ.

આપણ વાંચો: શો-શરાબા: ટોમ ક્રૂઝ… એના માટે છે પેશન પોસિબલ!

હોલીવુડમાં ઘણા પ્રખ્યાત સેલિબ્રિટી છે જેમણે પોતાની ઓળખ બનાવતા પહેલા પોતાના વાસ્તવિક નામ બદલી નાખ્યા હતા. તેમાંથી પ્રથમ ટોમ ક્રૂઝ છે, જેને હોલીવુડનો સૌથી સફળ અભિનેતા માનવામાં આવે છે. તેમનું પૂરું નામ થોમસ ક્રૂઝ મેપોથર IV હતું, પરંતુ એક એજન્ટની સલાહથી તેમણે પોતાનું નામ બદલીને ટોમ ક્રૂઝ કરી નાખ્યું.

જોન લિજેન્ડનું સાચું નામ જોન રોજર સ્ટીફન્સ હતું. લિજેન્ડ નામ તેમને તેમના મિત્રોએ મજાકમાં આપ્યું હતું, પરંતુ પાછળથી આ નામ તેમની વાસ્તવિક ઓળખ બની ગયું. કેટી પેરીનું સાચું નામ કેથરિન એલિઝાબેથ હડસન હતું. તેણીએ તેની માતાની અટક પેરી અપનાવી અને કેટી કૈટી પેરી બની ગઈ.

આપણ વાંચો: ટોમ ક્રૂઝની ‘મિશન ઇમ્પોસિબલ’ જોવા ગયેલા ચાહકો થયા નિરાશ! કારણ જાણી તમે પણ ચોંકી જશો

માઇલી સાયરસનું સાચું નામ ડેસ્ટિની હોપ સાયરસ હતું. પરંતુ બાળપણમાં તેનું નામ સ્માઇલી હતું, જે પાછળથી માઇલી બની ગયું અને પછી તેણે સત્તાવાર રીતે તેનું નામ બદલી નાખ્યું. ડેમી મૂરનું જન્મે નામ ડેમેટ્રિયા જીન ગાઇન્સ હતું. તેણે તેના પહેલા પતિ ફ્રેડી મૂરની અટક રાખી અને તે નામ પાછળથી પ્રખ્યાત થયું.

મેરિલીન મનરોનું સાચું નામ નોર્મા જીન મોર્ટનસન હતું. પાછળથી તેણે તેની માતાની અટક મનરો રાખી અને ‘મેરિલીન’ નામ એક સ્ટુડિયો હેડ દ્વારા આપવામાં આવ્યું હતું, જેના કારણે તેણી એક ગ્લેમરસ આઇકોન બની.

જેનિફર એનિસ્ટનનું નામ જેનિફર લિન અનાસ્તાસાકિસ હતું. તેની ગ્રીક અટક ઉચ્ચારવામાં થોડી મુશ્કેલી હતી, તેથી તેના પિતાએ તેનું નામ ટૂંકું કરીને એનિસ્ટન રાખ્યું, જે પાછળથી તેની ઓળખ બની ગઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button