મનોરંજન

રીલ લાઈફમાં પતિ-પત્નીની ભૂમિકા ભજવશે રિયલ લાઈફ કપલ

રેલાવશે ગાંધી-કસ્તુરબાનો જાદુ

અભિનેતા પ્રતિક ગાંધી હાલમાં ચર્ચામાં છે. તેમની ફિલ્મ ‘દો ઔર દો પ્યાર’ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં તેઓ વિદ્યા બાલન સાથે જોવા મળશે. આ ઉપરાંત પ્રતિક ગાંધી આગામી દિવસોમાં હંસલ મહેતાની સિરીઝ ‘ગાંધી’માં પણ જોવા મળશે. આ સિરીઝમાં પ્રતિક મહાત્મા ગાંધીની ભૂમિકા નિભાવી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ સિરીઝમાં પ્રતિક તેની પત્ની ભામિની ઓઝા સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે.

ALSO READ : ચાહકો માટે ‘બેડ ન્યૂઝ’ લઇને આવી તૃપ્તિ ડિમરી

પ્રતિક ગાંધી અને ભામિની ઓઝા રિયલ લાઇફ પતિ પત્ની છે. ભામિની ઓઝા હંસલ મહેતાની ‘ગાંધી’ સિરીઝમાં પતિ-પત્નીની ભૂમિકા ભજવશે. ભામિની આ ફિલ્મમાં કસ્તુરબા ગાંધીનો રોલ નિભાવશે. પ્રતિકગાંધી ગાંધીની ભૂમિકા ભજવવા બદલ ખૂબ જ ઉત્સાહિત લાગે છે. તેની પત્ની પણ સાથે હોવાથી તેમનો ઉત્સાહ બમણો થયો છે. પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પત્ની ભામિનીની તસવીર શેર કરતાં લખ્યું છે કે, ‘એક કલાકાર તરીકે હું ભામિનીને થિયેટરના દિવસોથી ઓળખું છું. હું તેની જર્નીનો સાક્ષી રહ્યો છું. હવે અમે સાથે કામ કરવા જઇ રહ્યા છએ તેની મને ખુશી છે. હું આટલા લાંબા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યો હતો જ્યારે તેને તેની કેલિબરનું પાત્ર મળે. હવે ભામિનીને કસ્તુરબાનું પાત્ર ભજવવા મળ્યું છે, તેની મને ઘણી ખુશી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button